સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કેન્યાના સંરક્ષણ મંત્રાલયના કેબિનેટ સચિવ એડન બેયર ડુઅલ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
આ બેઠકમા રાજનાથ સિંહે જણાવ્યુ કે ભારતે આફ્રિકન દેશો સાથે જોડાણને પ્રાથમિકતા આપી છે.વડાપ્રધાને ભારતની અધ્યક્ષતામાં આગામી લીડર્સ સમિટમાં G20 સભ્યપદમાં આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવા માટે તમામ G20 સભ્ય દેશોને પત્ર લખ્યો છે.
રાજનાથ સિંહે એમ પણ જણાવ્યુ કે અમારા તરફથી,મેં જુલાઈ 2023માં કેન્યાના IMO એટલે ઈન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી જનરલ પદ માટે પણ મારો ટેકો આપ્યો હતો.