સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં કુલ પાંચ બેઠકો હશે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વીટ કર્યું, “સંસદનું વિશેષ સત્ર (17મી લોકસભાનું 13મું સત્ર અને રાજ્યસભાનું 261મું સત્ર) 18થી 22મી સપ્ટેમ્બર દરમિયાન 5 બેઠકો સાથે બોલાવવામાં આવી રહ્યું છે
સ્પેશિયલ સત્ર બોલાવવાની માહિતી સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે અચાનક જ ખાસ સત્ર કેમ બોલાવવામાં આવ્યું? સંસદનું ચોમાસુ સત્ર પણ તાજેતરમાં સમાપ્ત થયું છે, જેમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં મણિપુર મુદ્દે વિપક્ષો તરફથી હોબાળો થયો હતો. આ સિવાય ચોમાસુ સત્રમાં જ વિપક્ષ સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવ્યા હતા.