ભારતીય વાયુસેનાએ ચીન અને પાકિસ્તાન બોર્ડર પાસે ટ્રેઈનિંગ કવાયત ‘ત્રિશૂલ’ શરૂ કરી છે. ભારતીય વાયુસેનાની સૌથી મોટી વેસ્ટર્ન એર કમાન્ડની આ વાર્ષિક કવાયત જમ્મુ-કાશ્મીરના લદ્દાખ,હિમાચલ અને પંજાબના વિસ્તારોમાં 14 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.આ કવાયતમાં વાયુસેનાના વિમાન રાજસ્થાન,પંજાબ,હરિયાણા,હિમાચલ પ્રદેશ,જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા હતા.એરફોર્સની સાથે આર્મી પણ ત્રિશુલ કવાયતનો એક ભાગ છે.ચીન અને પાકિસ્તાનની સરહદ પર ઉત્તરીય સેક્ટરમાં આયોજિત આ કવાયતમાં રાફેલ,મિરાજ 2,000, ચિનૂક,અપાચે અને હેવી-લિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ સહિત ફાઇટર એરક્રાફ્ટ સામેલ હતા.