રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.તેઓ 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે.જે દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહશે.જેમાં ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાનસભા અપ્લિકેશન પ્રોજેક્ટનું લોન્ચિંગ કરશે.તેમજ ગુજરાતના ધારાસભ્ચોને તેઓ સંબોધન પણ કરનાર છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પેપરલેસ બનાવવના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વન નેશન વન એપ્લિકેશનનની વિભાવના પર અમલમાં આવેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરનાર છે.વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાષ્ટ્રપતિજીને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા અને 13 સપ્ટેમ્બરથી શરૂ થતા 15 મી વિધાનસભાના ત્રીજા સત્ર દરમિયાન ગૃહને સંબોધન કરવા આમંત્રણ પાઠવ્યુ હતુ.નોંધનિય છે કે ગુજરાત વિધાનસભા સમયની સાથે હવે ટેકનોલાજીથા સજ્જ કરવામાં આવી છે.અને તેની કામગીરી ડિજીટલ માધ્યમથી કરવામાં આવશે