વરુણ ધવને પોતાની કેરિયરને ઉગારવા માટે સાઉથની ટેલેન્ટ સાથે હાથ મિલાવ્યા છે. શાહરૂખની બ્લોકબસ્ટર ફિલ્મ જવાનના ડાયરેકટર એટલીએ પ્રોડયુસર તરીકે એક પ્રોજેકટ શરૂ કર્યો છે. વરુણ ધવનના લીડ રોલ સાથે ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મના સેટ પર લોખંડનો સળિયો વાગતા વરુણ ધવનને ઈજા પહોંચી છે.
વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સેકશનમાં સૂજેલા પગનો ફોટોગ્રાફ શેર કર્યો છે. પગ પર લાલ ચકામા પણ દેખાયા છે. ખુરશી પર પોતાનો પગ રાખીને વરુણે ફોટોગ્રાફ કિલક કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે, લોખંડના સળિયા સાથે પગ અથડાયો હતો.
વરુણ ધવનની આ પોસ્ટ બાદ સોશિયલ મીડીયા પર ‘ગેટ વેલ સુન’ના મેસેજ શરુ થઈ ગયા હતા. વરુણ ધવનની આ ફિલ્મ સુપરહિટ તમિલ ફિલ્મ થેરીની રીમેક કહેવાય છે. હાલ તેને વીડી 18 તરીકે ઓળખવામાં આવે છે.
એકશન થ્રિલર ફિલ્મના પ્રોડયુસર જવાનના ડાયરેકટર એટલી કુમાર કરી રહ્યા છે. જયારે ડાયરેકશનની જવાબદારી કલીસને સોંપાઈ છે. 2024માં વરુણ ધવનની આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે. વરુણ ધવનના પિતા અને દિગ્ગજ ફિલ્મ મેકર ડેવિડ ધવન પણ એક ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં વરુણનો લીડ રોલ છે.