‘મુન્નાભાઈ M.B.B.S’ 2003માં રિલીઝ થઈ હતી બોલિવૂડની યાદગાર ફિલ્મોમાં તેનો સમાવેશ થાય છે. તેમાં સુનીલ દત્ત, સંજય દત્ત, અરશદ વારસી, બોમન ઈરાની અને જીમી શેરગિલ જેવા કલાકારો જોવા મળ્યા હતા. 19મી ડિસેમ્બર (મંગળવાર)ના રોજ ‘મુન્નાભાઈ M.B.B.S.’ તેની રજૂઆતના 20 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસર પર સંજયે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેની સાથે તેણે એક લાંબી નોટ લખી છે. આ સાથે અભિનેતાએ ‘મુન્નાભાઈ 3’ વિશે અપડેટ આપ્યું છે.
સંજય દત્તે આ રીતે ખુશી વ્યક્ત કરી હતી
સંજયે લખ્યું, ‘બે દાયકાનું હાસ્ય, લાગણીઓ અને ઘણાં જાદુઈ આલિંગન. ‘મુન્નાભાઈ M.B.B.S.’ 20 વર્ષની ઉજવણી, અવિસ્મરણીય ક્ષણોથી ભરેલી યાત્રા. પ્રેમ અને સમર્થન માટે આભાર કે જેણે આ ફિલ્મને કાલાતીત ક્લાસિક બનાવી છે. આશા છે કે ‘મુન્નાભાઈ 3’ જલ્દી જ બનાવવામાં આવશે.’મુન્નાભાઈ’ની સફળતા બાદ આ ફિલ્મની સિક્વલ ‘લગે રહો મુન્નાભાઈ’ 2006માં આવી હતી. આ બંને ફિલ્મો રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરી હત