અટલ બિહારી વાજપેયી ભાગ્યે જ કોઇ તેમને જાણતુ ના હોય…દેશના ભાજપના એક એવા નેતા કે તેમને દેશ તો પ્રેમ કરતો જ હતો. પરંતુ સાથે જ વિપક્ષોના પણ તેઓ માનીતા હતા. ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા એક નેતા રહ્યા છે અટલ બિહારી વાજપેયી…તેમનો સરળ સ્વભાવ અને મૃદુ વાણી થકી તેઓ કરોડો લોકોના દિલો પર રાજ કરતા હતા. ત્યારે જાણીતા કલાકાર પકંજ ત્રિપાઠીએ તેમના જીવન ચરિત્ર પર ફિલ્મ બનાવી છે. જેનું નામ છે “મેં અટલ હું”….
ટૂંક સમયમાં દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીની બાયોપિક ફિલ્મ રિલિઝ થશે. આ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આવી સ્થિતિમાં, હવે મૈં અટલ હુંનું એક અદ્ભુત ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જે આ ફિલ્મ માટે તમારા ઉત્સાહને વધારશે.
3 મિનિટ 37 સેકન્ડના આ ટ્રેલરમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જીવન અને રાજકીય સંઘર્ષની વાતો ખુબ જ બારીકાઇથી સમજાવાઇ છે. આ ફિલ્મના ટ્રેલર વીડિયોમાં તમને અટલ બિહારી દેશના લોકપ્રિય રાજનેતા કેવી રીતે બન્યા તેની ઝલક સરળતાથી જોવા મળી જશે.
અટલ બિહારી બનેલા પંકજ ત્રિપાઠીના ટ્રેલરમાં ઘણા બધા ડાયલોગો છે. પંકજ ત્રિપાઠીએ અટલ બિહારી વાજપેયી બનવા અને તેમની રીતભાત શીખવાનો નજીકથી પ્રયાસ કર્યો છે.ઉલ્લેખનીય છે કે ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં પંકજ ત્રિપાઠી, ફિલ્મ નિર્દેશક રવિ જાધવ, નિર્માતા વિનોદ ભાનુશાલી અને નિર્માતા સંદીપ સિંહની હાજરીમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 19 જાન્યુઆરી, 2023એ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.