Border 2 Announcement : સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
બોર્ડર 2 ફિલ્મનું અનાઉન્સમેન્ટમાં સની દેઓલની જોરદાર એન્ટ્રી કરી છે
1997માં રીલિઝ થયેલી સની દેઓલની ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર 2 ની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સ તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આખરે બોર્ડર 2ની સિક્વલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સની દેઓલ આ ફિલ્મની સિક્વલ સાથે કમબેક કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બોર્ડરની રીલિઝના 27 વર્ષ બાદ બોર્ડરની સિક્વલ આવવાની છે. બોર્ડર 2માં સની દેઓલ ફરીથી પાકિસ્તાન સાથે ટક્કર કરતો જોવા મળશે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી જ ચાહકોએ કોમેન્ટ્સનો ધમધમાટ પણ કર્યો છે
27 વર્ષ બાદ બોર્ડર 2ની જાહેરાત કરવામાં આવી હતી
ઇન્સ્ટાગ્રામ પર વોર એક્શન ફિલ્મ બોર્ડર 2ની જાહેરાત કરવામાં આવી છે. સની દેઓલે પોતાના દમદાર અવાજથી ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ખાસ વાત એ છે કે ફિલ્મ બોર્ડર 13મી જૂન 1997ના રોજ રીલિઝ થઈ હતી અને બરાબર 27 વર્ષ પછી બોર્ડર 2ની જાહેરાત 13મી જૂનના રોજ કરવામાં આવી હતી. સની દેઓલે આ ફિલ્મની જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો..
બોર્ડર 2 ની જાહેરાતનું ટીઝર કેવું છે?
બોર્ડર 2ના આ વીડિયોમાં કોઈ વિઝ્યુઅલ નથી, બેકગ્રાઉન્ડમાં માત્ર સની દેઓલનો અવાજ સંભળાય છે. વીડિયોમાં તે કહે છે, ’27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. એ જ વાયદો પૂરો કરવા માટે હિન્દુસ્તાન કી મિટ્ટી કો અપના સલામ કહને આ રહા હૈ ફિર સે’. આ પછી બેકગ્રાઉન્ડમાં બોર્ડર ફિલ્મનું ગીત ‘મેસેજ આતે હૈં બઝાતા’ વાગી રહ્યું છે.
આયુષ્માન ખુરાના બોર્ડર 2 માં જોવા મળશે
તાજેતરમાં બોર્ડર 2 ની સ્ટાર કાસ્ટ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પણ જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર બોર્ડર 2નું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થશે. આ ફિલ્મની ટીમ ઘણા સમયથી તૈયારી કરી રહી છે. ગયા વર્ષે સની દેઓલની ગદર 2 રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર હિટ રહી હતી.