કલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોની તબિયત અચાનક લથડી હતી. આ પછી, 70 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પહેલા મૃત્યુઆંક 29 હતો જે હવે વધીને 35 પર પહોંચી ગયો છે.
હાઈલાઈટ્સ
- તમિલનાડુમાં અવૈધ દારુ પીવાથી 35 ના મોટ
- સોશિયલ મીડિયા પર MK સ્ટાલિનના રાજીનામાંની માંગ ઉઠી
- દારુ પીવાથી થયેલ મોતને લઈને રાજીનામાંની માંગ ઉઠી
- 70 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
તમિલનાડુથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે, જ્યાં ઝેરી દારૂ પીવાથી અનેક લોકોના મોત થયા છે. ઝેરી દારૂના કારણે મોતનો આંકડો હવે 35 પર પહોંચી ગયો છે. તેમાં હજુ વધારો થવાની સંભાવના છે. દારૂના કારણે આ મૃત્યુ કલ્લાકુરિચી જિલ્લામાં થયા છે. આ મામલે રાજ્યની ડીએમકે સરકારે જિલ્લાના કલેક્ટર રજત ચતુર્વેદીને હટાવી દીધા છે. તેમના સ્થાને એમએસ પ્રશાંતને જિલ્લાના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો
જણાવી દઈએ કે બુધવારે કલ્લાકુરિચી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોની તબિયત અચાનક લથડી હતી. આ પછી, 70 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે દારૂનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તેમાં જીવલેણ મિથેનોલ છે. આ સાથે જ આ મામલે CBCID તપાસના આદેશ આપવામાં આવ્યા છે. દરમિયાન અધિકારીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
સોશિયલ મીડિયા પર સીએમ એમકે સ્ટાલિનના રાજીનામાની માંગ
આ દરમિયાન સોશિયલ મીડિયા પર ડીએમકે ચીફ અને રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના રાજીનામાની માંગ ઉઠવા લાગી છે. આ ક્રમમાં, કોઈમ્બતુર બીજેપી મહાસચિવ ડૉ. પ્રીતિ લક્ષ્મીએ સીએમ સ્ટાલિનના રાજીનામાની માંગ કરી. આ સાથે તેણે ‘All eyes on Kallakuruchi’ પોસ્ટ પણ શેર કરી.