હેડલાઈન :
- તિરુપતિમાલા દેવસ્થાન ટ્રસ્ટની ગવર્નિંગ બોડીની બેઠક મળી
- તિરુપતિ મંદિરમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને હટાવવા નિર્ણય
- કર્મચારીઓને VRS અથવા સરકારી વિભાગોમાં ટ્રાન્સફરનો વિકલ્પ
- બોર્ડના 7,000 કાયમી કર્મચારીઓમાંથી 300 ને અસર થઈ શકે
- TTD માં હાલ અંદાજે 14,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પણ કાર્યરત
તિરુપતિમાં તિરુપતિમાલા દેવસ્થાન મંદિર ટ્રસ્ટની 54 મી ગવર્નિંગ બોડીની બેઠક મળી હતી.જેમાં તિરુપતિ મંદિરમાંથી બિન-હિન્દુ કર્મચારીઓને હટાવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યુ છે.
– TTD ની 54મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ
TTD તેની 54મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠક સોમવારે યોજાઈ હતી.બેઠકમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં બોર્ડમાં કામ કરતા બિન-હિન્દુઓને સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે VRS લેવાનો અથવા આંધ્રપ્રદેશમાં અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપવામાં આવશે.સૂત્રોએ અનુસાર TTD ના આ નવા પગલાથી બોર્ડના 7,000 કાયમી કર્મચારીઓમાંથી લગભગ 300ને અસર થશે.TTD માં લગભગ 14,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પણ કાર્યરત છે.
– TTD દ્વારા લેવામાં આવેલા અન્ય મુખ્ય નિર્ણયો
TTD દ્વારા લેવામાં આવેલા અન્ય મુખ્ય નિર્ણયોમાં તિરુમાલાના ભગવાન વેંકટેશ્વર મંદિરમાં દર્શનનો સમય ઘટાડીને બે-ત્રણ કલાક કરવા,ત્યાં રાજકીય નિવેદનો કરવા પર પ્રતિબંધ,લાડુ તૈયાર કરવા માટે વધુ સારી ગુણવત્તાની ઘી ખરીદવાનો સમાવેશ કરવા માટે નિષ્ણાતોની પેનલની રચનાનો સમાવેશ થાય છે .
– TTDએ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ
TTDએ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે જે તિરુપતિમાં તિરુમાલા વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે,જે વિશ્વનું સૌથી ધનિક હિન્દુ મંદિર છે.ટીટીડીના ચેરમેન બી.આર.નાયડુએ કહ્યું કે બોર્ડમાં કામ કરતા બિન-હિન્દુ કર્મચારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.જો તેને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો વિકલ્પ આપવામાં આવશે. અન્યથા તેઓને આંધ્રપ્રદેશના અન્ય સરકારી વિભાગોમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
– શ્રીનિવાસ સેતુનું નામ બદલી દેવામાં આવ્યું
જ્યારે બી.આર.નાયડુએ એમ પણ કહ્યું કે શ્રીનિવાસ સેતુનું નામ બદલી દેવામાં આવ્યું છે.હવે તેનું નામ ગરુડ વારાધિ રાખવામાં આવ્યું છે.મુમતાઝ હોટલના બાંધકામ માટે પ્રસ્તાવિત સ્થળ અંગે,સરકારને હવે તેને TTDને ટ્રાન્સફર કરવા વિનંતી કરવામાં આવશે.ઉપરાંત,બોર્ડ હવે વિવિધ રાજ્યોના પ્રવાસન નિગમો દ્વારા ભક્તોના દર્શન માટેના ક્વોટાને નાબૂદ કરશે. આ સિવાય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ બોર્ડ ખાનગી બેંકોમાં જમા કરાયેલું સોનું,ચાંદી અને રોકડ ઉપાડશે અને તેને રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા કરશે.તેવો સોમવારે બી .આર.નાયડુની અધ્યક્ષતામાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
SORCE : રિતમ હિન્દી – ન્યૂઝ 24