હેડલાઈન :
- વિપક્ષના હોબાળાને ભોગ ચડતુ સંસદનું શિયાળુ સત્ર
- આજે શુક્રવારે પણ બંને ગૃહ સ્થગિત કરવાની ફરજ પડી
- સોમવારના 11 વાગ્યા સુધી સંસદની કાર્યવાહી સ્થગિત
- અધ્યક્ષે કહ્યુ આપણે મહત્વના કાજકાજના દિવસો ગુમાવ્યા
- આપણ સૌ એક મહાન ઉદાહરણ સ્થાપિત કરી શકીએ છીએ
સંસદનું શિયાળુ સત્ર શરૂ થયાના પાંચમાં દિવસે પણ હોબાળાની ભેટ ચડયુ હતુ.ંને વિપક્ષના હંગામા વચ્ચે બંને ગૃહને સોમવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
લોકસભા અને રાજ્યસભામાં આજે પણ હોબાળો ચાલુ રહ્યો હતો.જેના કારણે થોડા સમય બાદ બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી.વિપક્ષ અદાણી અને સંભલ મુદ્દે ચર્ચાની માંગ કરી રહ્યો હતો.
રાજ્યસભામાં આજે કાર્યવાહી શરૂ થયા બાદ વિપક્ષે વિરોધમાં હંગામો શરૂ કર્યો હતો.અધ્યક્ષે કહ્યું કે નિયમ 267ને વિક્ષેપનું શસ્ત્ર બનાવવામાં આવી રહ્યું છે.તેમણે વિક્ષેપ પર ઊંડી વેદના અને દુ:ખ વ્યક્ત કર્યું.
અધ્યક્ષે કહ્યું કે છેલ્લા એક સપ્તાહથી વિપક્ષ વારંવાર એક જ મુદ્દા ઉઠાવી રહ્યો છે.આ કારણે આપણે ત્રણ કામકાજના દિવસો ગુમાવ્યા છે.આપણે એક મહાન ઉદાહરણ સ્થાપિત કરી શકીએ છીએ પરંતુ અમે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરી રહ્યા નથી.વધતા વિક્ષેપને જોતા,ગૃહની શરૂઆતના થોડા સમય પછી,કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
તો વળી બીજી તરફ લોકસભાની કાર્યવાહી પહેલા બપોરે 12 વાગ્યે અને પછી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.સવારે જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે લોકસભાના સ્પીકરે કહ્યું કે દેશની જનતા ગૃહને સુચારુ રીતે ચાલતું જોવા માંગે છે.સંવાદ હોવો જોઈએ,સર્વસંમતિ અને અસહમતિ લોકશાહીની ખરી તાકાત છે.
SORCE : હિન્દુસ્તાન સમાચાર