હેડલાઈન :
- દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025ની કવાયત
- ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે સંકલ્પ પત્ર જાહેર કર્યો
- જે.પી.નડ્ડાએ સંકલ્પ પત્ર બાદ પત્રકાર પરિષદ સંબોધી
- “અમારો સંકલ્પ વિકસિત દિલ્હીનો પાયો નાખશે”
- “આજે ચૂંટણી ઢંઢેરો ‘સંકલ્પ પત્ર’માં પરિવર્તિત થયો”
- “મહિલાઓને દર મહિને રૂ.2500 આપવાનું પણ વચન”
- “LPG સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી અપાશે”
- ગરીબોનું કલ્યાણ,સુશાસન,મહિલા સન્માન,વિકાસ,
- યુવા,ખેડૂતોનું સશક્તિકરણ,મજૂર વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નવી દિલ્હીમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સંકલ્પ પત્ર ભાગ – I લોન્ચ કર્યો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યુ કે અમારો સંકલ્પ વિકસિત દિલ્હીનો પાયો નાખશે.આજે આપણે દિલ્હીને કેવી રીતે આગળ લઈ જવું તે અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરીશું.પહેલા પણ મેનિફેસ્ટો આવતા હતા,પણ તમે પણ ભૂલી જતા હતા અને રાજકીય પક્ષો પણ પોતાની વાત ભૂલી જતા હતા.પરંતુ રાજકીય સંસ્કૃતિમાં આ જ પરિવર્તન છે કે આજે ઢંઢેરો ‘સંકલ્પ પત્ર’માં પરિવર્તિત થઈ ગયો છે.
સંકલ્પથી સિદ્ધિ તરફ આગળ વધવાનો મંત્ર પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યો છે.ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું પણ વચન આપ્યું છે.આ સાથે LPG સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. હોળી અને દિવાળી પર એક-એક સિલિન્ડર મફત આપવામાં આવશે.ગર્ભવતી મહિલાઓને 21 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ સંકલ્પ પત્ર પાર્ટ-1 જાહેર કર્યો હતો.જે.પી.નડ્ડાએ કહ્યું કે, ભાજપ સરકાર બને તો પણ દિલ્હીમાં ચાલી રહેલી તમામ જન કલ્યાણકારી યોજનાઓ ચાલુ રહેશે.તે બધી યોજનાઓને વધુ અસરકારક રીતે મજબૂત બનાવવામાં આવશે અને તેમને ભ્રષ્ટાચાર મુક્ત પણ બનાવવામાં આવશે.અમે ગરીબોનું કલ્યાણ,સુશાસન,મહિલા સન્માન,વિકાસ, યુવાનો અને ખેડૂતોનું સશક્તિકરણ અને મજૂર વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવાને અમારું લક્ષ્ય બનાવ્યું છે અને આજે મને ખુશી છે કે નીતિ આયોગ મુજબ,25 કરોડ લોકો ગરીબીમાંથી રેખાથી બહાર આવ્યા છે.મહિલાઓને દર મહિને 2500 રૂપિયા સબસિડી, LPG સિલિન્ડર પર
– દિલ્હી ભાજપનો સંકલ્પ
▪️દિલ્હીમાં અટલ કેન્ટીન યોજના લાગુ કરીશું
▪️ગર્ભવતી મહિલાને 21 હજાર રૂપિયાની મદદ
▪️મોહલ્લા ક્લિનિકમાં ભ્રષ્ટચારની તપાસ થશે
▪️ દિલ્હીમાં આયુષમાન યોજના લાગુ કરીશું
▪️ દિલ્હીમાં 5 રૂ માં પેટ ભરીને ભોજન કરાવીશું
▪️દર મહિને મહિલાઓને 2500 રૂની મદદ મળશે
▪️પ્રથમ કેબિનેટમાં જ મહિલા વૃદ્ધિ પર નિર્ણય લઇશું
▪️હોળી, દિવાળીમાં એક સિલિન્ડર ફ્રી આપીશું
▪️LPG પર 509 રૂની સબસીડી આપીશું
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, “અમે 2014 માં 500 વચનો આપ્યા હતા અને તેમાંથી 499 પૂરા થયા હતા.2019 માં,અમે 235 વચનો આપ્યા હતા અને 225 પૂરા કર્યા હતા,અને બાકીના અમલીકરણના તબક્કામાં છે.અમારું લક્ષ્ય સુશાસન છે,વિકાસ,મહિલા સશક્તિકરણ અને ખેડૂતોની પ્રગતિ.નીતિ આયોગ મુજબ, 25 કરોડ લોકો ગરીબી રેખા નીચે આવી ગયા છે. દિલ્હીમાં હાલમાં ચાલી રહેલી તમામ કલ્યાણકારી યોજનાઓ ભાજપ સરકાર હેઠળ ચાલુ રહેશે.”ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે, “પ્રસૂતિ રજા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી છે.પાર્ટી સત્તામાં આવશે ત્યારે અમે ‘મહિલા સમૃદ્ધિ યોજના’ હેઠળ દિલ્હીમાં મહિલાઓને ૨,૫૦૦ રૂપિયા માસિક સહાય આપીશું.” મેં તેને છોડી દેવાનું નક્કી કર્યું છે…”