હેડલાઈન :
- ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે
- ગુજરાત સરકારે UCC કરવા હાથ ધરી કવાયત
- UCC માટે રાજ્ય સરકારે પાંચ સભ્યોની સમિતિની રચના કરી
- સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જ્જ રંજના દેસાઈની અધ્યક્ષતાની સમિતિ
- UCC સમિતિ 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
- ઉત્તરાખંડ પછી દેશમાં UCC લાગુ કરનારુ બીજું રાજ્ય બનશે
ઉત્તરાખંડ પછી, હવે ભાજપ શાસિત વધુ એક રાજ્યમાં UCC એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જીહા ગુજરાત રાજ્ય સરકારે આ દિશામાં કવાયત શરુ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની યોજના છે.આ માટે મંગળવારે એક સમિતિની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતાનો મુસદ્દો તૈયાર કરવા અને તેને લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની આગેવાની હેઠળ પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિ 45 દિવસમાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે,જેના આધારે સરકાર નિર્ણય લેશે.
– ઉત્તરાખંડમાં લાગુ છે UCC
નોંધનિય છે કે અગાઉ 27 જાન્યુઆરીએ ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCCના મેન્યુઅલને મંજૂરી આપી હતી.આ પછી તેના અમલીકરણનો માર્ગ સ્પષ્ટ થયો.2022 ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના મુખ્ય ચૂંટણી વચનોમાંનું એક આ હતું.મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને આ જાહેરાત કરી.આ કાર્યક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાનના મુખ્ય સેવક ગૃહમાં આયોજિત કરવામાં આવ્યો હતો. સીએમ ધામીએ કહ્યું કે અમે 3 વર્ષ પહેલા જનતાને આપેલા વચનને પૂર્ણ કર્યું છે.UCC કોઈ ધર્મ કે વર્ગની વિરુદ્ધ નથી.તેનો હેતુ કોઈને નિશાન બનાવવાનો નથી.બધાને સમાન અધિકાર આપવાનો છે.
– સમાન નાગરિક સંહિતા અંગે ટૂંકમાં માહિતી
- ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ નિષ્ણાંત સમિતિની રચના – 27 મે,2022
- નિષ્ણાંત સમિતિએ સરકારને અહેવાલ સુપ્રત કર્યા – 02 ફેબ્રુઆરી,2024
- યુનિફોર્મ સિવિલ કોડ બિલ એસેમ્બલીમાં પસાર થયું – 07 ફેબ્રુઆરી, 2024
- રાષ્ટ્રપતિ તરફથી બિલની મંજૂરી – 11 માર્ચ ,2024
- યુનિફોર્મ સિવિલ કોડ એક્ટની સૂચના – 12 માર્ચ ,2024
- યુનિફોર્મ સિવિલ કોડ એક્ટના નિયમોની મંજૂરી – 20 જાન્યુઆરી ,2025
– યુનિફોર્મ સિવિલ કોડ શું છે ?
સમાન નાગરિક સંહિતા કાયદો એટલે એવો કાયદો જે લગ્ન,છૂટાછેડા,વારસો,દત્તક અને ભરણપોષણ જેવા મુદ્દાઓ પર તમામ ધર્મના લોકોને સમાન રીતે લાગુ પડશે.ભારતમાં હવે સમાન ગુનાહિત કાયદા છે.પરંતુ વિવિધ ધાર્મિક સમુદાયો માટે નાગરિક કાયદાઓ અલગ અલગ હોય છે.આમાં હલાલા,ઇદ્દત અને છૂટાછેડા જેવી પ્રથાઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.જે મુસ્લિમ પર્સનલ લોનો એક ભાગ છે.
#WATCH गांधीनगर: गुजरात के गृह मंत्री हर्ष संघवी ने कहा, "UCC संविधान की भावना है जो कि समरसता एवं समानता स्थापित करेगा। गुजरात के सभी नागरिकों को एक समान अधिकार मिले इसके लिए गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल द्वारा UCC कानून गुजरात में लाने के लिए एक समिति की रचना की गई है…… pic.twitter.com/k62hIUyyZL
— ANI_HindiNews (@AHindinews) February 4, 2025
– ગુજરાત રાજ્ય ગૃહમંત્રીએ શું કહ્યું ?
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,”UCC એ બંધારણની ભાવના છે જે સંવાદિતા અને સમાનતા સ્થાપિત કરશે.ગુજરાતના તમામ નાગરિકોને સમાન અધિકાર મળે તે સુનિશ્ચિત કરવા માટે,ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં UCC કાયદો લાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.એક સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિની રચના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષતામાં કરવામાં આવી છે.આ સમિતિ આગામી 45 દિવસમાં રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે.”