હેડલાઈન :
- દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ રાષ્ટ્રીય પરેડ
- દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાયેલ પ્રજાસત્તાક પર્વ રાષ્ટ્રીય પરેડ
- સતત ત્રીજી વાર પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં જનતાની પ્રથમ પસંદ ગુજરાત
- વર્ષ 2023માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો વિજેતા બન્યો
- વર્ષ 2024 માં “ધોરડો,વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લો વિજેતા
- 2025માં “આનર્તપુરથી એકતાનગર સુધી-વિરાસતથી વિકાસનો સંગમ” ટેબ્લો
પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિવિધ રાજ્યો દ્વારા નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવતા વિવિધ રાજ્યોના ટેબ્લોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થામેળવીને હેટ્રીક સર્જી છે.
ગુજરાતના ટેબ્લોને 2023,2024 અને 2025 એમ સતત ત્રણ વર્ષ દરમિયાન મળેલી વિજેતા ટ્રોફી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી.સમગ્ર મંત્રી મંડળે ગુજરાતની આ ગૌરવ સિદ્ધિને વધાવતાં અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા 2023ના 74માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડથી શરૂ કરી હતી.આ પરેડમાં રાજ્ય સરકારે “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાનને પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી.
ગત વર્ષ-2024ના 75માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજુ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો.એટલું જ નહીં, ટેબ્લોઝની શ્રેષ્ઠતા માટેની પસંદગી સમિતિની- જ્યુરીની ચોઈસમાં પણ ગુજરાતના આ ટેબ્લોએ 2024માં બીજો ક્રમ મેળવ્યો હતો.
આ વર્ષે 2025માં 76મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી -વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ”ને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત પ્રાપ્ત થયા હતા અને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન સતત ત્રીજા વર્ષે પ્રાપ્ત કરીને હેટ્રિક સર્જી છે.