હેડલાઈન :
- નવા આવકવેરા બિલની સમીક્ષા માટે બની પસંદગી સમિતિ
- લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બનાવી સમીક્ષા સમિતિ
- ઓમ બિરલાએ 31 સભ્યોની બનાવી છે સમીક્ષા સમિતિ
- બૈજયંત પાંડાને બનાવાયા પસંદગી સમીક્ષા સમિતિના ચેરમાન
- બિલની જોગવાઈઓ,અસર,સંભવિત સુધારાઓનો અભ્યાસ કરશે
- ભાજપ,કોંગ્રેસ,TMC,DMK ,NCP પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ
- આગામી સંસદીય સત્રના પહેલા દિવસે અહેવાલ રજૂ કરવાનો રહેશે
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આવકવેરા બિલ 2025ની સંપૂર્ણ સમીક્ષા કરવા માટે 31 સભ્યોની પસંદગી સમિતિની રચના કરી છે.આ સમિતિનું નેતૃત્વ સાંસદ બૈજયંત પાંડા કરશે.
लोकसभा अध्यक्ष ने आयकर विधेयक, 2025 की जांच के लिए प्रवर समिति गठित की।
लोकसभा सांसद बैजयंत पांडा को आयकर विधेयक, 2025 की जांच के लिए लोकसभा की प्रवर समिति का अध्यक्ष नियुक्त किया गया। pic.twitter.com/hJpKoWQ6p9
— ANI_HindiNews (@AHindinews) February 14, 2025
આ સમિતિ બિલની વિવિધ જોગવાઈઓ,તેમની અસર અને સંભવિત સુધારાઓનો અભ્યાસ કરશે અને તેની ભલામણો રજૂ 31 સભ્યોની આ સમિતિમાં વિવિધ પક્ષોના સાંસદોનો સમાવેશ થાય છે,જેમાં ભાજપ,કોંગ્રેસ,તૃણમૂલ કોંગ્રેસ DMK ,NCP અને અન્ય પક્ષોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
આમાં મુખ્યત્વે બૈજયંત પાંડા ચેરમેન,ડૉ.નિશિકાંત દુબે,જગદીશ શેટ્ટાર,પી.પી.ચૌધરી,દીપેન્દ્ર સિંહ હુડ્ડા,મહુઆ મોઇત્રા,સુપ્રિયા સુલે,ભર્તૃહરિ મહતાબ, નવીન જિંદાલ,અનુરાગ શર્મા,એન.કે.પ્રેમચંદ્રન અને રવિન્દ્ર દત્તારામ વાયકરનો સમાવેશ થાય છે.આ ઉપરાંત સુધીર ગુપ્તા,અનિલ બાલુની,રાજુ બિસ્તા,એટાલા રાજેન્દ્ર,વિષ્ણુ દયાલ રામ,મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ,શશાંક મણિબેની બેહાનન,વિજયકુમાર,ડૉ.અમર સિંહ,ગોવલ કાગડા પાડવી,મોહમ્મદ રકીબુલ હુસૈન,લાલજી વર્મા,એડવોકેટ પ્રિયા સરોજ,ડૉ.કલાનિધિ વીરસ્વામી,દગ્ગુમલ્લા પ્રસાદ રાવ,કૌશલેન્દ્ર કુમાર,અરવિંદ ગણપત સાવંત અને રિચાર્ડ વનલાલહમંગાઈહાનો સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં આવકવેરા બિલ 2025 રજૂ કર્યું હતું અને લોકસભા સ્પીકરને વિનંતી કરી હતી કે તે તેને ઊંડાણપૂર્વક સમીક્ષા માટે પસંદગી સમિતિને મોકલે.સમિતિએ આગામી સંસદીય સત્રના પહેલા દિવસે પોતાનો અહેવાલ રજૂ કરવાનો રહેશે.આ બિલનો ઉદ્દેશ્ય વર્તમાન આવકવેરા કાયદાને વધુ સરળ,અસરકારક અને કરદાતાઓને અનુકૂળ બનાવવાનો છે.
સરકારે કહ્યું કે નવું બિલ હાલના કાયદા કરતા લગભગ 50 ટકા નાનું હશે અને તેની જોગવાઈઓ વધુ સ્પષ્ટ અને સંક્ષિપ્ત બનાવવામાં આવશે, જેનાથી મુકદ્દમામાં ઘટાડો થશે. તે પાલન ખર્ચમાં પણ ઘટાડો કરશે અને કર ગુનાઓ માટે દંડની જોગવાઈઓમાં સુધારો કરશે.આવી સ્થિતિમાં, નવી રચાયેલી સમિતિ આ બિલ પર વિગતવાર ચર્ચા કરશે અને તેની ભલામણો રજૂ કરશે, જેના આધારે સરકાર જરૂરી સુધારા કરી શકશે. મંત્રીમંડળની અંતિમ મંજૂરી પછી, સુધારેલા બિલને સંસદમાં પસાર કરવા માટે રજૂ કરવામાં આવશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર