હેડલાઈન :
- રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો
- સર્વકજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરી નાણા લઈ આયોજકો ફરાર
- વરઘડીયા માંડવે આવ્યા પણ ભૂદેવ કે આયોજકો ન મળતા હોબાળો
- આશિર્વાદ આપવા મહેમાન મેયરનો રોષે ભરાલેલા લોકોએ કર્યો ઘેરાવ
- પોલીસે પાંચ યુગલોની લગ્નવિધિ કરાવી માનવતા દાખવી હતી
- પોલીસે લોકોના નિવેદનો લઈ ફરાર આયોજકો સામે કર્યવાહી હાથ ધરી
- આયોજકોએ 15 થી 40 હજાર પડાવ્યા હોવાના લોકોએ કર્યા આક્ષેપ
ગુજરાતમા રાજકોટ ખાતે એક સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં અચરજ પમાડે તેવી કદી ન બનેલી ઘટના સામે આવી છે જેમાં વરઘડીયા માંડવે આવ્યા ત્યારે આયોજકો જ ફરાર થયા હતા.તેમાં લોકોના રોષનો ભોગ આશિર્વાદ આપવા આવેલા મેયર બન્યા હતા.
રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 જોડા પરિવાર સાથે પહોંચ્યા બાદ સ્થળ પર બ્રાહ્મણો જોવા મળ્યા ન હતા આ પછી આયોજકો પણ ફરાર થઈ ગયા હવાનુ જાણવા મળતા હોબાળો થયો હતો..એટલુ જ નહી પણમહેમાન તરીકે વરઘડીયાને આશિર્વાદ આપવા પહોંચેલા મેયરને રોષે ભરાયેલા લોકોએ ઘેરી લીધા હતાં.જોકે સ્થાનિક પોલીસે આવી મામલો થાળે પાડ્યો હતો.
મળતી વિગત મુજબ રાજકોટમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા સર્વજ્ઞાતિ સમૂબ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં બ્રાહ્મણો હતા નહીં. જે બાદ અહીં આવેલાં જાનૈયાઓ અને કન્યા પક્ષના લોકો ચોંકી ઉઠ્યા હતાં.જેને લીધે હોબાળો મચી ગયો હતો.આ ઘટના અંગે મેયરે જણાવ્યું હતું કે,મને ટેબર એક આમંત્રણ આપી ગયા હતા.જેમને ઓળખતા ના હોવાથી ફોન કર્યો હતો પણ તેઓએ ફોન ઉપાડ્યો નહોતો.હવે અહીં આયોજકો નથી તો કેવી રીતે જાણી શકાશે કે શું થશે? હું પોતે ચિંતા કરું છું.
રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો લગ્ન કરવા આવ્યા હતા,પરંતુ અહીં કોઈ વ્યવસ્થા નહોતી અને આયોજકો પણ ગુમ હતા,જેના કારણે લગ્નની સરઘસ શરૂ થતાં કન્યાઓ રડવા લાગી. બીજી તરફ પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો ત્યારે રાજકોટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ. અને માનવતાવાદી વલણ અપનાવીને 5 જેટલા યુગલોના લગ્ન સમારોહ પૂર્ણ કરવાની જવાબદારી લીધી.જ્યાં બાકી યુગલ લગ્નના પોશાકમાં પોતાના ઘરે પાછા ફર્યા.
ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી આયોજન કરવામાં આવ્યું હતુ.એક પરિવાર પાસે 20 હજાર રુપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.વર અને કન્યા પાસેથી 40 હજાર રુપિયા વસૂલ્યા હતા.આ સમુહ લગ્નના મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા,દિલીપ ગોહેલ અને દિપક હિરાણી છે.જેઓ લગ્નના દિવસે જ ફરાર થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.જેના પગલે કેટલાક વર અને કન્યા ઘરે પરત ફર્યા હતા.જ્યારે ત્યાં હાજર વર – કન્યાને ભૂદેવ દ્વારા લગ્ન કરાવવામાં આવ્યા હતા.
રાજકોટ પોલીસે લગ્ન સમારોહ શરૂ થયા પછી જે આયોજકો સામે આરોપો લગાવવામાં આવ્યા હતા તેમની સામે કેસ નોંધવાની તજવીજ શરૂ કરી.સમૂહ લગ્નના આયોજકોએ વરરાજા અને કન્યા પાસેથી 15થી 40 હજાર રૂપિયા ફી તરીકે લીધા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
રાજકોટથી પોતાના દીકરાના લગ્ન માટે આવેલા લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે સમૂહ લગ્નના નામે આવું ન થવું જોઈએ.કોઈ વ્યવસ્થા નથી.આયોજકો ફરાર થઈ ગયા છે.તેમણે અમારી પાસેથી 40 હજાર રૂપિયા લીધા હતા પરંતુ હવે લોકોને લીલા તોરણે પરત ફરવાની ફરજ પડી રહી છે. તો પછી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.ત્યારે હાલ પોલીસો દ્વારા ફરાર આયોજકોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.
SORCE : ગુજરાતી જાગરણ – TV 9 ગુજરાતી