હેડલાઈન :
ભારતીય અર્થતંત્ર માટે સારા સામાચાર સામે આવ્યા
ભારતીય અર્થતંત્રનો ‘ખરાબ તબક્કો’ હવે પૂરો થયો
જર્મન બ્રોકરેજ ફર્મનો મોટો દાવો ખરાબ તબક્કો હવે પૂરો
કુલ સ્થાનિક ઉત્પાદન GDP વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાની ધારણા
નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિદરની ધારણા
વર્ષ 2024-25ની બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 5.4 ટકા રહ્યો હતો
આર્થિક મોરચે સારા સમાચાર સામે આવ્યા છે.એક જર્મન બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રના વિકાસ માટેનો સૌથી ખરાબ તબક્કો હવે પૂરો થઈ ગયો છે.ડોઇશ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં કુલ સ્થાનિક ઉત્પાદન GDP વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાની ધારણા છે.
ડોઇશ બેંકે જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 (જુલાઈ-સપ્ટેમ્બર) ના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 5.4 ટકા રહ્યો હતો,જે છેલ્લા સાત ક્વાર્ટરમાં સૌથી ઓછો હતો.આ પછી 31 ડિસેમ્બરે પૂરા થતા ત્રીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાની ધારણા છે.
– ત્રીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.2 ટકાનો અંદાજ
ડોઇશડોઇશ બેંકે જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 (જુલાઈ-સપ્ટેમ્બર) ના બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 5.4 ટકા રહ્યો હતો,જે છેલ્લા સાત ક્વાર્ટરમાં સૌથી ઓછો હતો.આ પછી 31 ડિસેમ્બરે પૂરા થતા ત્રીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ દર 6.2 ટકા રહેવાની ધારણા છે.આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં સત્તાવાર આર્થિક ડેટા જાહેર થાય તે પહેલાં આપણે આગાહીઓ અંગે સાવધ રહેવું જોઈએ,કારણ કે પાછલા નાણાકીય વર્ષોના ડેટામાં ફેરફાર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટર માટે GDP ડેટા 28 ફેબ્રુઆરીએ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર 6.7 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું, પરંતુ સામાન્ય ચૂંટણીઓને કારણે સરકારી મૂડી ખર્ચમાં ઘટાડો અને નબળી વપરાશ માંગને કારણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે સાત ક્વાર્ટરના નીચલા સ્તર 5.4 ટકા પર પહોંચી ગયું હતું.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર