હેડલાઈન :
- તુહિન કાંત પાંડે બનશે SEBI ના નવા ચેરમેન
- કેબિનેટની નિમણૂક સમિતિએ આપી મંજૂરી
- IAS અધિકારી તુહિન કાંત પાંડેની નિમણૂકને મંજૂરી
- તુહિન કાંત પાંડે માધબી પુરી બુચનું સ્થાન લેશે
- માધબી પુરી બુચનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થાય
- કેટલાક વિવાદોમાં સપડાયા હતા માધબી પુરી બુચ
કેન્દ્ર સરકારે નાણા અને મહેસૂલ સચિવ તુહિન કાંત પાંડેને બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ માધબી પુરી બુચનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ આ મહિને સમાપ્ત થાય છે.
સૂત્રો અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ ઓડિશા કેડરના 1987 બેચના ભારતીય વહીવટી સેવા એટલે કે IAS અધિકારી તુહિન કાંત પાંડેની નિમણૂકને મંજૂરી આપી છે.ચાર્જ સંભાળ્યા પછ, તેઓ શરૂઆતમાં ત્રણ વર્ષ માટે અથવા આગામી આદેશો સુધી આ પદ સંભાળશે.તુહિન કાંત પાંડે નાણા મંત્રાલયમાં નાણા અને મહેસૂલ સચિવ તરીકે કાર્યરત છે.તેમણે સરકારી વિનિવેશ પ્રક્રિયામાં મોટી ભૂમિકા ભજવી છે.
આ ઉપરાંત સરકારી કંપનીઓના શેરના વેચાણ અંગે પણ ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.પાંડેને 7 સપ્ટેમ્બર 2024ના રોજ નાણા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.જાન્યુઆરી 2025માં, તેમને નાણા મંત્રાલયમાં મહેસૂલ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.2021માં,તુહિન કાંત પાંડેએ થોડા સમય માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં સચિવ તરીકે પણ કામ કર્યું હતું.
હિન્ડનબર્ગ રિસર્ચ દ્વારા માધબી પુરી બુચ પર સૌ પ્રથમ અદાણી ગૃપ સાથે વ્યાપારી સંબંધો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો,જેને અદાણી ગૃપ અને તેમણે નકારી કાઢ્યો હતો.ત્યારબાદ કોંગ્રેસે ICICI બેંકનો મુદ્દો ઉઠાવ્યો,જેને બેંકે એક નિવેદન જારી કરીને નકારી કાઢ્યો હતો.દવા કંપનીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.બીજી તરફ,ઝી ગૃપના સ્થાપક સુભાષ ચંદ્રાએ પણ બુચ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.જ્યારે સેબીના લગભગ અડધા કર્મચારીઓએ સરકારને પત્ર લખીને બુચ પર ઝેરી કાર્ય સંસ્કૃતિનો આરોપ લગાવ્યો હતો.