હેડલાઈન :
- ઝેલેન્સકી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉગ્ર ચર્ચાનો મામલો
- ઝેલેન્સકી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત બાદ નિવેદન
- યુક્રેનના પડોશી પોલેન્ડે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે મોટુ નિવેદન
- રશિયા-યુક્રેન પર પોલેન્ડ PM ડોનાલ્ડ ટસ્કે આપ્યુ મોટું નિવેદન
- ડોનાલ્ડ ટસ્કે યુક્રેન યુદ્ધ પર વોશિંગ્ટનના વલણને “દ્વિધા” ગણાવી
- યુરોપે ખંડની સુરક્ષા માટે વધુ જવાબદારી લેવી જોઈએ : ડોનાલ્ડ ટસ્ક
યુક્રેનના પાડોશી પોલેન્ડે રશિયા-યુક્રેન યુદ્ધ પર મોટું નિવેદન આપ્યું છે.પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે એ વિરોધાભાસ છે કે 50 કરોડ યુરોપિયન નાગરિકો 30 કરોડ અમેરિકનોને 14 કરોડ રશિયનોથી બચાવવા માટે વિનંતી કરી રહ્યા છે.તેમણે યુક્રેન યુદ્ધ પર વોશિંગ્ટનના વલણને “દ્વિધા” ગણાવી અને કહ્યું,આપણે આ દ્વિધા દૂર કરવાની જરૂર છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત પછી વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે યુક્રેનના સમર્થનમાં નિવેદન આપ્યું છે.
વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ પોલેન્ડના વડા પ્રધાનનું આ નિવેદન આવ્યું છે.વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે પોલેન્ડે તેની રાષ્ટ્રીય અને યુરોપિયન સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે “વધારાની વીમા નીતિ” અપનાવવી જોઈએ.ડોનાલ્ડ ટસ્કે કહ્યું કે યુરોપે ખંડની સુરક્ષા માટે વધુ જવાબદારી લેવી જોઈએ.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેમના ડેપ્યુટી જે.ડી.વાન્સ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની આ 45 મિનિટની મુલાકાત રાજદ્વારી મર્યાદાઓથી આગળ નીકળી ગઈ.દરમિયાનમાં,ટ્રમ્પ અને જે.ડી.એ યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ઉગ્ર ચર્ચા કરી હતી.આ ચર્ચા એટલી ઉગ્ર બની ગઈ કે ટ્રમ્પ વહીવટી તંત્રએ યુક્રેનિયન રાષ્ટ્રપતિને વ્હાઇટ હાઉસ છોડવા કહ્યું.એટલું જ નહીં, યુએસ રાષ્ટ્રપતિએ યુક્રેનિયન રાષ્ટ્રપતિના માનમાં આયોજિત રાત્રિભોજન પણ રદ કર્યું હતું.