હેડલાઈન :
- ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોની ISI સાથે સાંઠગાંઠની ઘટનાઓ
- ભારતમાં રહી દેશ સાથે કેટલાક ઈસ્લામિક કટ્ટરપંથીઓની ગદ્દારી
- સેના સાથે જોડાયેલ માહિતી ISI ને મોકલવાના ષડયંત્રનો પર્દાફાશ
- પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરનારાઓના ધરપકડ
- વર્ષ 2021 થી 2025 સુધાનીમહત્વની ઘટનાઓ પર વિશેષ અહેવાલ
- ISI માટે કામ કરતા ત્રણ આરોપીઓને અમદાવાદ કોર્ટે આપી આજીવન કેદ
- ICG ની જાણકારી લીક કરવાના આરોપમાં પાકિસ્તાની એજન્ટ ઝડપાયો
- પાકિસ્તાન માટે જાસૂસૂ કરતો દ્વારકાના ઓખા બંદરનો કર્મચારી ઝડપાયો
- કિશ્તવાડથી ભારતીય સેનાની ગુપ્ત માહિતી લીક કરતો હતો એક મૌલવી
- ISIS સાથે સંબંધ રાખનાર મુસ્લિમ વિદ્યાર્થી મીર અનસ અલી ઝડપાયો
- ગુજરાતના ભુજથી ISI માટે જાસૂસી કરતા BSF જવાનની ATS એ કરી ધરપકડ
ભારતમાં રહી ભારત સાથે જ ગદ્દારી કરનાર કેટલાક ઈસ્લામિક- બિન ઈસ્લામિક કટ્ટરપંથીઓએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરનારા લોકો સામે ભારતીય સુરક્ષા એજન્સિઓ અને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી કરી છે.
ભારતમાં 2021 થી 2025 વચ્ચે નોંધાયેલી 27 ઘટનાઓ પૈકી આપણો આ અહેવાલ એવી ઘટનાઓ પર આધારિત છે,જેમાં ભારતીય નમુસ્લિમ નાગરિકોએ આતંકવાદી એજન્સી ISI માટે જાસૂસી કરી હતી.અહીં ભારતીય સેનામાં સેવાઓ પૂરી પાડતા ભારતીય નાગરિકો સંબંધિત ઘટનાઓનું સંકલન કરવામાં આવ્યું છે.જેમાં ગુજરાતની પણ કેટલીક ઘટનાઓનો સમાવેશ કરાયો છે.
1. પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ માટે કામ કરતા ત્રણ આરોપીઓને અમદાવાદમાં આજીવન કેદની સજા
ગુજરાતના ત્રણ ઈસ્લામિક કટ્ટરપંથી કરામત અલી ફકીર ઉર્ફ સિરાજુદ્દીન,મોહમ્મદ અયૂબ શેખ અને નૌશાદ અલી જેઓ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે કામ કરતા હતા.જઓને અમદાવાદની એક કોર્ટે સુનાવણી દરમિયાન 17 જુલાઈ 2023ના રોજ આજીવન કેદની સજા ફટકારી હતી.
સજા સંભળાવતા ન્યાયાધિશે કહ્યું હતુ કે આ લોકો ભારતમાં રહે છે.પરંતુ એમનામાં દેશ પ્રેમ નથી.એમના વ્યવહારમાં પાકિસ્તાન પ્રત્યે પ્રેમ છલકાઈ રહ્યો છે.આવા લોકોની ઓળખ કરીને સરકારે તેમને પાકિસ્તાનમાં મોકલી આપવા જોઈએ.
– સજા સંભળાવતા જજે કરી આકરી ટિપ્પણી
ગુજરાતની એક કોર્ટે ત્રણ પાકિસ્તાની જાસૂસોને આજીવન કેદની સજા ફટકારી છે.તેમની ઓળખ કરમત અલી ફકીર ઉર્ફે સિરાજુદ્દીન,મોહમ્મદ અયુબ શેખ અને નૌશાદ અલી તરીકે કરવામાં આવી છે.17 જુલાઈ, 2023 ના રોજ તેમને સજા સંભળાવતી વખતે કોર્ટે કહ્યું કે આવા લોકોએ જાતે જ દેશ છોડી દેવો જોઈએ. તેમને પોતાના દેશના 140 કરોડ લોકોની ચિંતા નથી.પાકિસ્તાન પ્રત્યેનો તેમનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,અમદાવાદ સેશન્સ કોર્ટમાં લગભગ 10 વર્ષ સુધી ચાલેલા ટ્રાયલ બાદ,જજ અંબાલાલ પટેલે ત્રણેય જાસૂસોને સજા ફટકારી છે.ત્રણેય ભારતીય સેના સંબંધિત માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને મોકલતા હતા.સજા સંભળાવતી વખતે ન્યાયાધીશે કહ્યું,”તેઓ ભારતમાં રહે છે. પરંતુ તેઓ પોતાના દેશને પ્રેમ કરતા નથી.પાકિસ્તાન પ્રત્યેનો તેમનો પ્રેમ સ્પષ્ટ છે.તેઓએ પોતાના હિતો અને પાકિસ્તાનના હિત વિશે વિચાર્યું.તેમણે દેશ માટે ખતરો ઉભો કર્યો.સરકારે આવા લોકોને ઓળખીને પાકિસ્તાન મોકલવા જોઈએ નહીંતર આવા લોકોએ જાતે જ દેશ છોડી દેવો જોઈએ.”
– શું છે સમગ્ર મોમલો ?
ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપસર 2012 માં અમદાવાદ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરમત અલી ઉર્ફે સિરાજુદ્દીન,મોહમ્મદ અયુબ શેખ અને નૌશાદ અલીની ધરપકડ કરવામાં આવી હતી.ત્રણેય તૈમૂર અને તાહિર નામના ISI એજન્ટોના સંપર્કમાં હતા.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સિરાજુદ્દીન અને અયુબના સંબંધીઓ પાકિસ્તાનમાં છે.બંને 2007માં પોતાના સંબંધીઓને મળવા કરાચી ગયા હતા.ત્યાં જ તે ISI ના સંપર્કમાં આવ્યો.તેને ભારતમાંથી માહિતી મોકલવાની તાલીમ આપવામાં આવી હતી.બાદમાં નૌશાદ અલી પણ તેમની સાથે જોડાયા.આ ત્રણેય લોકોએ કચ્છ,અમદાવાદ,ગાંધીનગર અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં સ્થિત લશ્કરી થાણાઓ વિશે માહિતી પાકિસ્તાનને મોકલી હતી.
– આતંકીઓના શુ હતા કોડવર્ડ અને શું તેનો અર્થ ?
ગુપ્ત માહિતી મોકલવા માટે તે kapoor201111@yahoo.com અને nandkeshwar@yahoo ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરતો હતો.મેં કોમ બનાવી હતી.આમાં તે સંદેશાઓનો મુસદ્દો તૈયાર કરતો હતો. પાકિસ્તાની એજન્ટો પાસે આ મેઇલ આઈડીનો પાસવર્ડ પણ હતો,જ્યાંથી તેઓ કોડમાં મોકલવામાં આવતા ગુપ્ત સંદેશાઓ વાંચતા હતા.આ સંદેશાઓમાં લખ્યું હતું – ભાઈ,હું ઠીક છું.085 ના કાકાના બાળકો બાડમેરથી આવ્યા છે.હવાઈથી આવેલા મામુના 318 નવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે,કૃપા કરીને 5000 ઈંડા મોકલો.જ્યારે પોલીસે તેને ડીકોડ કર્યું,ત્યારે 085 નો અર્થ ગાંધીનગર લશ્કરી છાવણી હોવાનું બહાર આવ્યું. જ્યારે ઈંડાનો અર્થ પૈસા હતો.તે બધાને દુબઈ જેવા સ્થળોએથી દર મહિને 5 થી 8 હજાર રૂપિયા મોકલવામાં આવતા હતા.નૌશાદ અને અયુબને ધરપકડના થોડા સમય પછી જામીન મળી ગયા,જ્યારે સિરાજુદ્દીન 2012 થી જેલમાં હતો.
2. ICG ની જાણકારી લીક કરવાના આરોપમાં પોરબંદરનો પાકિસ્તાની એજન્ટ ઝડપાયો
ગુજરાત ATS ની ટીમે પોરબંદરના રહેવાસી પંકજ કોટેચાની ભારતીય તટ રક્ષક દળના જહાજોની સંવેદનશીલ જાણકારી પાકિસ્તાની એજન્ટને મોકલવાના આરોપમાં 26 ઓક્ટોબર 2024ના રોજ ધરપકડ કરી હતી.આરોપી ફેસબુક પર ‘રિયા’ નામક મહિલાના સંપર્કમાં હતો.જે પાકિસ્તાની નૌકાદળની એજન્ટ હોવાનું જણાવાયુ.
પંકજ કોટીયા વ્હોટ્સએપના માધ્યમથી ICG જહાજોના વિવરણ અને સ્થાન વગેરે શેર કરતો હતો.અને તેના બદલામાં UPI લેવડ દેવડ ના માધ્યમથી કુલ 26000 રૂપિયા મેળવ્યા હતા.ATS એ જણાવ્યુ કે રિયા એ કોટેચાને જગુજરાત ATS ને મોટી સફળતા મળી છે. એટીએસ ટીમે પોરબંદરમાંથી એક વ્યક્તિની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. આ જાસૂસનું નામ પંકજ કોટિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેના પર સંવેદનશીલ માહિતી ટ્રાન્સફર કરવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક પાકિસ્તાની મહિલાને સંવેદનશીલ માહિતી પૂરી પાડતો હતો.
– ગુજરાત ATS ને પોરબંદરમાંથી મળી મોટી સફળતા
ગુજરાત ATS ને 26 ઓક્ટોબર 2024ના રોજ મોટી સફળતા મળી જેમાં એટીએસ ટીમે પોરબંદરમાંથી એક વ્યક્તિની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી.આ જાસૂસનું નામ પંકજ કોટિયા હોવાનું સામે આવ્યુ હતુ.તેના પર સંવેદનશીલ માહિતી ટ્રાન્સફર કરવાનો આરોપ છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક પાકિસ્તાની મહિલાને સંવેદનશીલ માહિતી પૂરી પાડતો હતો.
ATS એ જાસૂસનો મોબાઈલ ફોન જપ્ત કર્યો અને તેને FSL ટીમને મોકલ્યો,જેના પછી ઘણી માહિતી બહાર આવી.છેલ્લા 8 મહિનામાં આરોપી પંકજ કોટિયા દર બે થી ત્રણ દિવસે પાકિસ્તાની મહિલા સાથે વાત કરતો હતો.આરોપીઓ વિરુદ્ધ બીએનએસની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.ગુજરાત એટીએસના એસપીકે.સિદ્ધાર્થે જણાવ્યું કે આજે જાસૂસીનો કેસ નોંધવામાં આવ્યો છે.જાણકારી માટે લલચાવ્યો હતો.
– ATS ના SP સિદ્ધાર્થે શું કહ્યું ?
#WATCH | Ahmedabad: On the arrest of an accused from Porbandar for spying for Pakistan, Gujarat ATS SP K. Siddharth says, "Gujarat ATS registered an espionage case today… We received information that a person named Pankaj Kotiya was transferring sensitive information from… pic.twitter.com/JpR4azjJTF
— ANI (@ANI) October 26, 2024
પોરબંદરથી પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં આરોપીની ધરપકડ અંગે ગુજરાત એટીએસ એસપી કે.સિદ્ધાર્થે કહ્યું કે”ગુજરાત એટીએસે આજે જાસૂસીનો કેસ નોંધ્યો છે.અમને માહિતી મળી હતી કે પંકજ કોટિયા નામનો વ્યક્તિ વ્હોટ્સએપના માધ્યમથી પોરબંદરથી પાકિસ્તાનમાં સંવેદનશીલ માહિતી ટ્રાન્સફર કરી રહ્યો હતો.તે રિયા નામની એક પાકિસ્તાની મહિલાના સંપર્કમાં હતો.તે કોસ્ટ ગાર્ડના જહાજો અને તેમની હિલચાલ સંબંધિત સંવેદનશીલ માહિતી ટ્રાન્સફર કરતો હતો.તેને 11 અલગ અલગ બેંક ખાતાઓમાંથી UPI ના માધ્યમથી કુલ 26,000 રૂપિયા મળ્યા હતા.આ ભારત સરકાર સામે યુદ્ધનો કેસ છે અને બીએનએસની કલમ 61 અને 148 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.સિદ્દાર્થે એમ પણ કહ્યુ હતુ કે આ હની ટ્રેપનો કેસ નથી,તે નાણાકીય લાભ માટે આ કરી રહ્યો હતો.તેણીએ એમ પણ ઉલ્લેખ કર્યો કે તે પાકિસ્તાની એજન્ટ છે અને પાકિસ્તાન નૌકાદળમાં કામ કરતી હતી.તેને ખબર હતી કે તે પાકિસ્તાન નૌકાદળના અધિકારીને માહિતી આપી રહ્યો હતો.”
3. પાકિસ્તાન માટે જાસૂસૂ કરતો ગુજરાતના દ્વારકાના ઓખા બંદરનો કર્મચારી ઝડપાયો
ગુજરાત ATS ની ટીમે દ્વારકાના ઓખા બંદર પર કાર્યરત સંવિદા કર્મચારી દીપેશ ગોહિલને પાકિસ્તાનની ગુપ્તચર
એજન્સિને તટરક્ષક દળની નૌકાઓની જાણકારી આપવાના આરોપમાં 29 નવેમ્બર 2024ના રોજ ઝડપી લીધો હતો.
તપાસમાં સામે આવ્યુ કે દીપેશ ફેસબુકના માધ્યમથી એક પાકિસ્તાની એજન્ટ સાહિમા ના સંપર્કમાં હતો. અને બાદમાં વ્હોટ્સએપના માધ્યમથી ઓખા બંદર પર રહેલી નૌકાઓના નામ અને નંબર મોકલાવી રહ્યો હતો.આ પ્રકારની જાણકારી આપવા બદલ તેને રોજના 200 રૂપિયા મળતા હતા.આમ તેને એજન્ટે કુલ 42,000 રૂપિયા આપ્યા હતા.જે તેના એક મિત્રના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી રોકડ સ્વરૂપે મેળવ્યા હતા.
ગુજરાત ATS એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટી કાર્યવાહી કરી દ્વારકામાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા લોકોની ધરપકડ કરવામાં આવી.ધરપકડ કરાયેલા લોકો સાથે ખાસ પૂછપરછ કરવામાં આવી આ કેસમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે.ઉપલબ્ધ માહિતી અનુસાર,એવું બહાર આવ્યું છે કે આ જાસૂસ કોસ્ટ ગાર્ડની માહિતી પાકિસ્તાનને મોકલી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ,ગુજરાત એટીએસના વડા દીપેન ભદ્રન અને તેમની ટીમે ગુપ્ત માહિતીના આધારે દેવભૂમિ દ્વારકામાં એક ગુપ્ત કાર્યવાહી હાથ ધરી અને પાકિસ્તાની જાસૂસને પકડી પાડ્યો.દેવભૂમિ દ્વારકામાં રહેતા દીપેશ ગોહિલ નામના વ્યક્તિને ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
શરૂઆતની પૂછપરછ અને તપાસમાં જાણવા મળ્યું કે દીપેશ ગોહિલ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી માટે કામ કરતો હતો.દીપેશ ભારતીય પાણીમાં પેટ્રોલિંગ કરતા કોસ્ટ ગાર્ડ જહાજોની ગતિવિધિઓથી વાકેફ હતો અને આ પ્રવૃત્તિ વિશે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને માહિતી મોકલતો હતો.
ગુજરાત ATS ટીમે દીપેશની ખાસ પૂછપરછ શરૂ કરી છે.દીપેશ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં કેવી રીતે આવ્યો અને તે ક્યારથી દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.આ માહિતી માટે તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા જાસૂસી માટે પૈસા ચૂકવવામાં આવ્યા હતા.આ તપાસ અનેક મુદ્દાઓ પર કેન્દ્રિત છે, જેમાં આનો પણ સમાવેશ થાય છે. એવી પણ શંકા છે કે દીપેશ હની ટ્રેપમાં ફસાઈ ગયો હતો. તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે.
4. હૈદરાબાદમાં ISI માટે કામ કરતા ત્રણ જાસૂસ ઝડપાયા
તેલંગાણાના હૈદરાબાદથી સ્થાનિક પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI ના ઈશારે કામ કરી રહેલા ત્રણ આતંકી અબ્દુલ જાહિદ,માઝ હસન ફારુખ અને મોહમ્મદ સમીઉદ્દીનની 2 ઓક્ટોબર 2022ના રોજ ધરપકડ કરી હતી.
આ ત્રણ પાકી એક આરોપી જાહિદ પર પૂર્વે પણ એક સાર્વજનિક કાર્યક્રમમાં ગ્રેનેડ ફેંકવાનો આરોપ છે. તેના સંબંધ લશ્કર-એ-તૈય્યબા સાથે પણ હોવાનું જણાવાયુ છે. આ ત્રણેય આરોપીઓને હૈદરાબાદના ભીડ વાળા વિસ્તારમાં ગ્રેનેડ ફેંકીને સાંપ્રદાયિક તણાવ પેદા કરવાની જવાબદારી તેમના આકાઓ દ્વારા આપવામાં આવી હતી.
5. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડથી ભારતીય સેનાની ગુપ્ત માહિતી લીક કરતો હતો મૌલવી
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમા સરક્ષાદળોએ એક મસ્જિદના મૌલવી અબ્દુલ વાહિદને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન કાશ્મીરી જાંબાજ ફોર્સ ને ભારતીય સેનાના ગુપ્ત માહિતીઓ જાહેર કરવાના આરોપ સાથે 3 સપ્ટેમ્બર 2022ન રોજ ધરપકડ કરી હતી.
મૌલવી અબ્દુલ વાહિદ કિશ્તવાડ સ્થિત એક મદરેસામાં ભણાવતો હતો.સાથે જ તે સ્થાનિય મસ્જિદોમાં મૌલવી તરીકે પણ કામ કરતો હતો. આ એક આતંકી સંગઠનને સેનાના પ્રતિષ્ઠાનો,અધિકારીઓ તેમજ તેમની ગતિવિધિઓથી જોડાયેલ વિગતો મોકલી રહ્યો હતો.
6. ISIS સાથે સંબંધ રાખનાર મુસ્લિમ વિદ્યાર્થી મીર અનસ અલી ઝડપાયો
તમિલનાડુના અંબુરમાં મિકેનિકલ ઈજનેરી વિભાગનો વિદ્યાર્થી મમીર અસન અલીને 31 જુલાઈ 2022ના રોજ ISIS સાથે સંબંધ રાખવાના આરોપ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.આરોપી ISIS સાથે મળીને આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યો હતો.મીર અનસ અલીની ઓનલાઈન ગતિવિધીઓને લઈ કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાની રડારમાં હતો.અને અંબુર પોલીસ સૂત્ર અનુસાર ગુપ્તચર સંસ્થાઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ અનસની હિલચાલ પર કેટલાક મહિનાઓ સુધી નજર રાખવામાં આવી રહી હતી.
7. ગુજરાતના ભુજથી ISI માટે જાસૂસી કરતા BSF જવાનની ATS ટીમે કરી ધરપકડ
ગુજરાત ATS ની ટીમે પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરવાના આરોપ સાથે સરહદી સુરક્ષા દળ BSF માં તૈનાત જવાન નિલેશ વાલિયાની 7 જુલાઈ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.તપાસમાં સામે આવ્યુ કે ફેસબુક પર અદિતિ નામક નકલી પ્રોફાઈલ સાથે જોડાયેલી એક મહિલા એજન્ટે હનિટ્રેપમાં ફસાવી દીધો હતો.નિલેશ BSF સાથે જોડાયેલ ગુપ્ત માહિતીઓ પાકિસ્તાની હેન્ડલરને પણ મોકલી હતી.જેના બદલામાં તેને રૂપિયા 25,000 મળ્યા હતા.