રાજસ્થાનના જેસલમેરથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.તેમણે સભા સંબોધતા સનાતન ધર્મ વિશે તમિલનાડુના પ્રધાન ઉધયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી પર નિવેદન આપ્યુ હતુ.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ્ કહ્યુ કે કોંગ્રેસ અને DMK પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.તેમણે જણાવ્યુ કે તેમના ગઠબંધન ડીએમકેએ સનાતન ધર્મને નુકસાન પહોંચાડ્યું છે અને કોંગ્રેસના લોકોએ મૌન જાળવી રાખ્યું છે.હું અશોક ગેહલોતને પૂછું છું કે તમે કેમ બોલતા નથી? સોનિયા ગાંધી,રાહુલ ગાંધી,મલ્લિકાર્જુન ખડગે સનાતન ધર્મ વિશે તેમના વિચારો શું છે તે કેમ નથી કહેતા?