કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આજથી પાંચ દિવસનું સંસદનું વિશેષ સત્ર યોજવા જઈ રહી છે.ત્યારે મળતી માહીતી મુજબ વડાપ્રધાન પણ સંત્રમાં સંબોધન કરી શકે છે.ત્યારે આ સત્રને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.આ સત્રમાં ગૃહમાં ચાર બિલ રજૂ થઈ શકે છે.તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર-અન્ય ચૂંટણી કમિશનર બિલ 2023, એડવોકેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023, પ્રેસ એન્ડ પીરિયોડિકલ રજિસ્ટ્રેશન બિલ 2022નો સમાવેશ થાય છે.તેથી વિપક્ષ અનેક તર્ક આપી રહ્યુ છે.
તેવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહીલની પ્રતિક્રિયા આપી છે.સંસદના વિશેષ સત્ર અંગે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું,કે”આપણી સંસદીય પરંપરા અને કાર્યપદ્ધતિ જણાવે છે કે સભ્યોને બિલનો ડ્રાફ્ટ અને સરકારી કામકાજ બતાવવામાં આવે.જ્યારે વિશેષ સત્ર બોલાવવામાં આવે ત્યારે આ પ્રથમ વખત છે જ્યારે આ સત્રમાં કોઈ પ્રશ્નકાળ અથવા શૂન્ય કલાક નહીં હોય.”