મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે જાપાનનો પ્રવાસ પૂર્ણ કરી શુક્રવારે સિંગાપોર પહોંચ્યા,વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ના પ્રમોશન સમિટમાં સિંગાપોરની સહભાગિતા પ્રેરિત કરવા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું,બાદમાં સિંગાપોરના મોનેટરી ઓથોરિટીના ચીફ ટેકનોલોજી ઓફિસર સોંપનેન્દુ મોહંતી સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સીઇઓ યુત પ્રસૂન મુખર્જી ડેલિગેશન સાથે બેઠક યોજી.