અનુસુચિત જાતિના ઉત્થાન માટે જે કાર્ય ડો.ભીમરાવ આંબેડકરે કર્યા જે દેશ માટે અમુલ્યો હતો. દેશ પ્રત્યેનો તેમનો પ્રેમ અને રાષ્ટ્રવાદ અથાગ હતો. ડો.ભીમરાવને દેશ માટે અજોડ ગણાઇ છે. ત્યારે જય ભીમનો નારો પણ તેમની સાથે જ જોડાયેલો છે. સામાન્ય રીતે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આંબેડકર આંદોલનના લાખો કાર્યકરો અને આંબેડકર સાથે ભાવનાત્મક સંબંધ ધરાવતા સંખ્યાબંધ લોકો એકમેકનું અભિવાદન ‘જય ભીમ’ શબ્દો વડે કરતા હોય છે.
‘જય ભીમ’ શબ્દ અનેકવાર વાર તહેવારે કે અન્ય પ્રસંગે ગુંજતુ રહે છે. સાથે જ જયભીમ શબ્દવાળાં અનેક ગીતો ભારતમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના ખૂણેખૂણામાં ગાવામાં આવે છે..ત્યારે તમને જણાવી દઇએ કે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર હતું. આંબેડકર આંદોલન પ્રત્યે પ્રતિબદ્ધ લોકો, તેના સન્માનમાં ‘જય ભીમ’ બોલવાની પ્રથા છે.
“જય ભીમ” નારો કોણે આપ્યો ?
આંબેડકર આંદોલનના એક કાર્યકર બાબુ હરદાસ લક્ષ્મણ નગરાલેએ જય ભીમ નારો આપ્યો
બાબુ હરદાસ બાબાસાહેબ આંબેડકરના વિચારોને ચુસ્ત રીતે અનુસરતા એક પ્રખર કાર્યકર્તા હતા
ડૉ. આંબેડકરે મહારાષ્ટ્રમાં દલિત નેતાઓનું જે જૂથ બનાવ્યું હતું તેમાં બાબુ હરદાસનો સમાવેશ થતો હતો
‘જય ભીમ’ નારો બાબુ હરદાસે જ આપ્યો હોવાની નોંધ
‘દલિત મૂવમેન્ટ્સ ઇન ઇન્ડિયા ઍન્ડ ઇટ્સ લીડર્સ’ નામના પુસ્તકમાં તેનો ઉલ્લેખ છે
જોકે, ‘જય ભીમ’ શબ્દ આજે અભિવાદન પૂરતો જ મર્યાદિત રહ્યો નથી, પરંતુ આંબેડકર આંદોલનનો નારો બની ગયો છે. આંબેડકર આંદોલનના કાર્યકર્તાઓ આ શબ્દને આંદોલનનો પ્રાણ ગણે છે.