છેલ્લા કેટલાય સમયથી કંગના રણૌત ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી. જો કે હવે ફરી એકવાર આ બાબતે ચર્ચા થઇ કહી છે. જો કે તેમના પિતાએ આ ચર્ચાઓ પર બ્રેક લગાવી દિધી છે. કંગનાના પિતાએ તેના લોકસભા ચૂંટણી લડવાની વાત સ્વીકારી છે. જોકે પિતાએ કહ્યું છે કે ભાજપ નક્કી કરશે કે તેમની દિકરી કંગના ક્યાંથી ચૂંટણી લગડશે.
અભિનેત્રી કંગના રણૌતના પિતા અમરદીપે સ્પષ્ટ કર્યું છે કે કંગના ભાજપની ટિકિટ પર જ ચૂંટણી લડશે. પરંતુ તે ક્યાંથી ચૂંટણી લડશે તે હજુ સુધી નક્કી નથી થયુ. આ વિશે કંગનાના પિતાએ કહ્યુ કે ને પાર્ટી નેતૃત્વ જ નક્કી કરશે. મોટી વાત એ છે કે કંગનાએ બે દિવસ પહેલા કૂલ્લૂમાં પોતાના ઘરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમની ચુંટણી લડવાની ચર્ચાઓ વધારે તેજ થઇ હતી. પરંતુ હવે પિતાએ સ્પષ્ટ કરી દીધુ છે કે કંગના ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે હિમાચલના બિલાસપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તરફથી સોશિયલ મીટ કાર્યક્રમ કરાવવામાં આવ્યું હતું. તેમાં પણ કંગના પહોંચી હતી અને કહ્યું હતું કે આરએસએસની વિચારધારા, તેમની વિચારધારાથી મેળ નથી કરતી. તો આ તરફ વાત તો એવી પણ ચાલી રહી છે કે કંગનાના મંડી લોકસભા સીટ કે પછી ચંડીગઢથી ચૂંટણી લડવાની ચર્ચાઓ છે.
મહત્વનું છે કે ફિલ્મ અભિનેત્રી કંગના રણૌત મૂળ મંડી જિલ્લાના સરકારઘાટ વિધાનસભા ક્ષેત્રથી ભાંબલા ગામની રહેવાસી છે. અને તેમણે મનાલીમાં પોતાનું એક ઘર બનાવ્યું છે. તેમનો પરિવાર હવે મનાલીમાં જ રહે છે.