રક્ષા મંત્રી રાજનાથ સિંહે અરબી સમુદ્રમાં કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “ભારતીય નૌકાદળે સમુદ્ર પર દેખરેખ વધારી દીધી છે અને જેણે પણ આ હુમલો કર્યો છે, અમે તેમને સમુદ્ર તટમાંથી પણ શોધી કાઢીશું અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” જણાવી દઈએ કે તાજેતરમાં જ ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે એમવી કેમ પ્લુટો જહાજ પર ડ્રોન હુમલો થયો હતો.
શું છે મામલો?
ભારતીય નૌકાદળે મંગળવારે અરબી સમુદ્રના ક્ષેત્રમાં લાંબા અંતરની દેખરેખ માટે INS મોર્મુગાઓ, INS કોચી અને INS કોલકાતા ઉપરાંત રિકોનિસન્સ એરક્રાફ્ટ P-8Iને તૈનાત કર્યા છે. શનિવારે વેપારી જહાજ એમવી કેમ પ્લુટો પર ડ્રોન હુમલા બાદ નેવીએ આ નિર્ણય લીધો છે. અમેરિકાએ દાવો કર્યો છે કે આ વેપારી જહાજ પર ડ્રોન હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઈરાનમાં અમેરિકાના દાવાઓને ખોટા ગણાવ્યા છે.