મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)ને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ટ્વિટ કરતી વખતે, તેમણે લખ્યું, ‘મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ જૂથ)/MLJK-MAને UAPA હેઠળ ‘ગેરકાયદેસર સંગઠન’ જાહેર કરવામાં આવ્યું છે.
આ સિવાય તેમણે ટ્વીટમાં લખ્યું કે, ‘આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં દેશ વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે, આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે અને લોકોને જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે.’ પીએમ નરેન્દ્ર મોદીની સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં અને તેને કાયદાના સંપૂર્ણ રોષનો સામનો કરવો પડશે.