ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી આગામી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024- થીમ આધારિત ‘ગેટવે ટુ ધ ફ્યુચર માટે ગણતરીના દિવસો બાકી છે, જાન્યુઆરી 2024માં આગામી VGGSSમાટે અનુક્રમે 28 દેશો અને 14 સંસ્થાઓને ભાગીદાર દેશો અને સંસ્થાઓ તરીકે પુષ્ટિ મળી છે.આ ભાગીદાર દેશોમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચેક રિપબ્લિક, ઇજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, મલેશિયા, માલ્ટા, મોરોક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, કોરિયા રિપબ્લિક, રવાન્ડા, સિંગાપોર, તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે,થાઇલેન્ડ, UAE,યુનાઇટેડ કિંગડમ, ઉરુગ્વે, ઘાના અને વિયેતનામ સહિતના દેશો જોડાશે.