હાઈલાઈટ્સ
- ઉત્તરાખંડમાં મુસ્લિમોએ પરવાનગી વિના નિકાળ્યું જૂલૂસ
- હિન્દુ સંગઠનોએ જૂલૂસનો વિરોધ કરતા નોંધાઈ FIR
- જૂલૂસ કાઢતા સુલતાનપુર પટ્ટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો
ઉધમ સિંહ નગર જિલ્લાના બાજપુર સુલતાનપુર પટ્ટી શહેરમાં મુસ્લિમો દ્વારા ઈદ મિલાદુન્નબીના તહેવારના અવસર પર પરવાનગી વિના જુલૂસ કાઢવા બદલ પોલીસે 38 નામના લોકો અને અન્ય 15 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
બાજપુર કોટવાલ નરેશ ચૌહાણે આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, સુલતાનપુર પટ્ટીમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં સરઘસ ન કાઢવા પર સહમતી સધાઈ હતી, બધાએ એ વાત પર સહમતિ દર્શાવી હતી કે આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે કોઈ નવી પરંપરા ઉભી કરવી જોઈએ નહીં અને પરવાનગી લેવામાં આવી ન હતી. જુલૂસ માટે પરવાનગી ન આપવા છતાં સરઘસ કાઢવાનો પ્રયાસ કરાયો હતો, જે બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિંદુ સંગઠનોએ આ મામલે ભારે વાંધો વ્યક્ત કર્યો હતો અને સુલતાનપુર પટ્ટી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા મોટી સંખ્યામાં દળો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.