હેડલાઈન :
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું એલાન થયુ
- કાર્યક્રમ જાહેર થતા જ રાજકીય પક્ષો સતર્ક
- રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી કાર્યવાહી તેજ કરી
- ભાજપની ચૂંટણી સમિતિની બેઠક ગુરુવારે મળશે
- ભાજપ પોતીની બીજી ઉમેદવારી યાદી જાહેર કરી શકે
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ 10 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બાકીના ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે બેઠક કરે તેવી શક્યતા છે.
મંગળવારના રોજ ભારતીય ચૂંટણી પંચે રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીનો વિધિવત કાર્યક્રમ જાહેર કર્યો છે.જેમાં એક જ તબક્કામાં દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો પર 5 ફેબ્રુઆરીના રોજ મતદાન હાથ ધરાનાર છે.તો તેની મતગણતરી 8 ફેબ્રુઆરીના રોજ થશે.હવે ચૂંટણીની તારીખો જાહેર થયા હાદ રાજધાનીમાં આદર્શ આચાર સમહિતાનો અમસ શરૂ થઈ ચુક્યો છે.ત્યારે રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી કાર્યવાહી તેજ કરી છે.
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ 10 જાન્યુઆરીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે બાકીના ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે બેઠક કરે તેવી શક્યતા છે.સૂત્રોના અનુસાર સીઈસીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ,જે.પી.નડ્ડા અને રાજનાથ સિંહ અને અન્ય સભ્યો હાજર રહેશે.સત્તાધારી આમ આદમી પાર્ટી અને મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ માટે તખ્તો તૈયાર છે.
જ્યારે દિલ્હીમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ તેના ચૂંટણી મેદાનને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ બે દાયકાથી વધુ સમય પછી દિલ્હીમાં સત્તા પર પાછા આવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, તેના સૂત્રમાં ફેરફાર અને અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP વિરૂદ્ધ દારૂ નીતિ કેસ સહિતના કૌભાંડના આરોપો પર લક્ષિત ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ભાજપે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં પ્રથમ યાદી જાહેર કરતા 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે,જેનાથી રાજધાનીની ઘણી બેઠકો પર બહુકોણીય હરીફાઈની સ્થિતિ સર્જાઈ છે.જેમાં કૈલાશ ગેહલોત જેમણે તાજેતરમાં AAP છોડી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો કે રાજકીય મહત્વાકાંક્ષાઓ લોકો પ્રત્યેની પાર્ટીની પ્રતિબદ્ધતા કરતા વધારે છે,તેમને બિજવાસનમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.અન્ય મુખ્ય હરીફાઈઓમાં,ભાજપે નવી દિલ્હીમાં AAPના વડા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના સંદીપ દીક્ષિત સામે પરવેશ સાહિબ સિંહ વર્માને,રમેશ બિધુરીને CM આતિશી સામે અને કાલકાજીમાં કોંગ્રેસના અલકા લાંબા,રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તા,મંગોલપુરીથી રાજકુમાર,અરવિંદરને મેદાનમાં ઉતાર્યા છે.
તો વળી ભાજપે ગાંધીનગરથી સિંઘ લવલી,કરોલ બાગથી દુષ્યંત કુમાર ગૌતમ,રાજૌરી ગાર્ડન,પટેલ નગરમાંથી મનજિંદર સિંહ સિરસા.રાજ કુમાર આનંદ તરફથી તરવિંદર સિંહ મારવાહને જંગપુરામાં આશિષ સૂદ અને જનકપુરીમાં મનીષ સિસોદિયા સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.ત્યારે હવે બીજી યાદીમા કોનો સમાવેશ થશે તેની પણ અટકળો તેજ થઈ ગઈ છે.