હેડલાઈન :
- પ્રયાગરાજ મહાકુંભ 2025 નો શ્રદ્ધા-ભક્તિ સાથે પ્રારંભ
- મહાકુંભમાં શ્રદ્ધાની ડૂબકી સાથે આર્થિક વિકાસનો પર્યાય
- પ્રયાગરાજ મહાકંભમાં 40 કરોડ શ્રદ્ધાળુઓ સહભાગી બનશે
- મહાકંભ ઉત્તર પ્રદેશના અર્થતંત્ર માટે બની રહેશે ખાસ
- મહાકુંભ આસ્થા-શ્રદ્ધા સાથે રોજગારી પુરી પાડતો ઉત્સવ
- મહાકુંભથી કુલ રૂ.25 હજાર કરોડની આવક થવાનો અંદાજ
- રાજ્યના અર્થતંત્ર પર 2 લાખ કરોડ રૂપિયાની અસર પડશે
- સરકારે મહાકુંભ માટે રૂ.6,990 કરોડના 549 પ્રોજેક્ટ શરૂ કર્યા
પવિત્ર નગરી પ્રયાગરાજમાં દિવ્ય અને ભવ્ય મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે.પોષ પૂર્ણિમા નિમિત્તે ભક્તો સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. પહેલા જ દિવસે લાખો ભક્તો પહોંચ્યા છે.
45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં 40 કરોડથી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે.આ મહાકુંભ માત્ર શ્રદ્ધાનો તહેવાર નથી પણ મોટી સંખ્યામાં લોકોને રોજગાર પણ પૂરો પાડે છે.કુંભ મેળાથી લોકોની આજીવિકામાં ભારે વધારો થાય છે.
પવિત્ર નગરી પ્રયાગરાજમાં દિવ્ય અને ભવ્ય મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે.પોષ પૂર્ણિમા નિમિત્તે ભક્તો સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે.પહેલા જ દિવસે લાખો ભક્તો પહોંચ્યા છે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં 40 કરોડથી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે.આ મહાકુંભ માત્ર શ્રદ્ધાનો તહેવાર નથી પણ મોટી સંખ્યામાં લોકોને રોજગાર પણ પૂરો પાડે છે.કુંભ મેળાથી લોકોની આજીવિકામાં ભારે વધારો થાય છે.પછી ભલે તે ખાવા-પીવાની દુકાનો લગાવનારા લોકો હોય, નદી પર હોડી ચલાવનારા હોય કે પછી ટેન્ટ સિટીના કામદારો હોય. શ્રદ્ધાના આ મહાન કુંભથી દરેક વ્યક્તિ સારી કમાણી કરે છે. આનાથી રાજ્યના અર્થતંત્રને વેગ મળશે.
સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, આ વખતે મહાકુંભથી કુલ 25 હજાર કરોડ રૂપિયાની આવક થવા જઈ રહી છે.આનાથી રાજ્યના અર્થતંત્ર પર 2 લાખ કરોડ રૂપિયાની અસર પડશે.સરકારે મેળા દ્વારા આર્થિક અસર ઉભી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.યુપીની યોગી સરકારે મહાકુંભ માટે 6,990 કરોડ રૂપિયાના 549 પ્રોજેક્ટ શરૂ કર્યા છે.આ પ્રોજેક્ટ્સમાં સ્વચ્છતાથી લઈને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.જે 2019 ના કુંભ મેળા કરતા ઘણું વધારે છે.
પ્રાદેશિક પ્રવાસન વિકાસ અધિકારીએજણાવ્યું હતું કે આ વખતે હોટલના માળખાગત સુવિધાઓ સુધારવા માટે ઘણું કામ કરવામાં આવ્યું છે.લોકોને ડિજિટલ પેમેન્ટ અંગે તાલીમ આપવામાં આવી છે.દરમિયાન,એડીએમ વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે કુંભ મેળામાં સ્ટોલ લગાવવા માટે બોલી લગાવનાર દરેક વ્યક્તિ પાસેથી 1 થી 2 લાખ કરોડ રૂપિયા મળ્યા છે.આર.આર.હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ નિતેશ અને અશ્વિન ઠક્કરે જણાવ્યું હતું કે તેમણે મેળામાં ફૂડ કોર્ટ અને આઉટલેટ્સ સ્થાપવા માટે 12-13 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.આ મહાકુંભ મેળામાંથી100 થી 200 કરોડનું ટર્નઓવર કરવાનું તેમનું લક્ષ્ય છે.
આ વખતે કુંભ મેળામાં 1.6 લાખ તંબુઓ લગાવવામાં આવ્યા છે.2200 તંબુ વૈભવી તંબુ છે.આ સાથે 218 હોટલ,204 ગેસ્ટ હાઉસ અને 90 ધર્મશાળાઓ છે.પ્રીમિયમ રહેઠાણમાં એક રાત રોકાવા માટે વ્યક્તિએ 1 લાખ રૂપિયા ચૂકવવા પડશે.તેમાં બે લોકો સમાવવાની સુવિધા છે અને વોશરૂમ અને હીટિંગ સહિતની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત સુપર ડિલક્સ અને વિલામાં રહેવાનો ખર્ચ પ્રતિ દિવસ18 થી 20 હજાર રૂપિયા રાખવામાં આવ્યો છે.હોટેલમાં એક રાત રોકાવા માટે 10 થી 15 હજાર રૂપિયા ચૂકવવા પડશે.કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના યુપી યુનિટના પ્રમુખ મહેન્દ્ર કુમાર ગોયલે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે આ વખતે ટર્નઓવર ચોક્કસપણે 25 હજાર કરોડ રૂપિયા રહેશે.તેમણે કહ્યું કે આમાં પૂજા સામગ્રીમાંથી રૂ.5,000કરોડ, ડેરી ઉત્પાદનોમાંથી રૂ.4,000કરોડ,ફૂલોમાંથી રૂ.800 કરોડ અને હોસ્પિટાલિટી ક્ષેત્ર,ખાસ કરીને લક્ઝરી હોટલોમાંથી રૂ.6.000કરોડનો વ્યવસાય થવાની અપેક્ષા છે.