હેડલાઈન :
- પ્રયાગરાજ મહાકુંભ 2025 નો આજે નવમો દિવસ
- આ 9 દિવસમાં 8.81 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી
- આજે 15.97 લાખથી વધુ ભક્તો ત્રિવેણીમાં ડૂબકી લગાવશે
- કુંભ મેળો 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થયો
- 45 દિવસમાં 45કરોડથી વધુ ભક્તો હાજરી આપે તેવો અંદાજ
- મહાકુંભમાં કુલ 6 સ્નાન છે જેમાંથી ૩ અમૃત સ્નાન મહત્વના
- પહેલું અમૃત સ્નાન 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે થયું
પ્રયાગરાજમાં મહાકુંભ મેળો 2025 શરૂ થયાને 9 દિવસ થઈ ગયા છે.આ સમયગાળા દરમિયાન 8.81કરોડથી વધુ લોકોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું છે.યુપી સરકારે આ માહિતી આપી છે.
#WATCH उत्तर प्रदेश: प्रयागराज में श्रद्धालुओं ने त्रिवेणी संगम के घाट पर पवित्र डुबकी लगाई। pic.twitter.com/rw0eveLZhY
— ANI_HindiNews (@AHindinews) January 21, 2025
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શ્રદ્ધાનો મહાન કુંભ મેળો ચાલી રહ્યો છે.દેશ-વિદેશથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ત્રિવેણી પહોંચી રહ્યા છે.કુંભ શરૂ થયાને 9 દિવસ થઈ ગયા છે.આ સમયગાળા દરમિયાન, 8.81 કરોડથી વધુ લોકોએ પવિત્ર સંગમમાં સ્નાન કર્યું છે.એવું પણ કહેવામાં આવ્યું છે કે આજે 15.97 લાખથી વધુ ભક્તો ત્રિવેણીમાં ડૂબકી લગાવશે.
પ્રયાગરાજ કુંભ મેળો 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના દિવસે શરૂ થયો હતો અને 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ 45 દિવસના પવિત્ર મેળામાં 45કરોડથી વધુ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે.આ મહાકુંભમાં કુલ 6 સ્નાન છે.જેમાંથી ૩ અમૃત સ્નાન છે.પહેલું અમૃત સ્નાન 14 જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિના દિવસે થયું છે.જેમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકોએ ભાગ લીધો હતો.13 અલગ અલગ અખાડાઓના સંતો અને મુનિઓ સાથે, દેશ અને વિદેશના ભક્તોએ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હતી.
મહાકુંભમાં લગભગ 10 લાખ કલ્પવાસીઓ પણ છે. જે દરરોજ ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.આવતીકાલે એટલે કે 22 જાન્યુઆરીએ યોગી કેબિનેટની બેઠક મહાકુંભમાં જ યોજાશે.આ માટે આજે સમગ્ર મંત્રીમંડળ પ્રયાગરાજ પહોંચી રહ્યું છે.