હેડલાઈન :
- પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાગદોડનો મામલો
- ભાગદોડ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણીથી ઈનકાર
- ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચનો ઈનકાર
- સુપ્રીમ કોર્ટે અજદારને અલ્હાબાદ હાઈકોર્ટ જવા કહ્યું
- ભાગદોડથી થયેલા મૃત્યુના કેસમાં દાખલ કરાયેલી PIL
- એક અરજી પહેલાથી જ અલ્હાબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ : SC
સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડથી થયેલા મૃત્યુના કેસમાં દાખલ કરાયેલી PIL પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડથી થયેલા મૃત્યુના કેસમાં દાખલ કરાયેલી PIL પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે અરજદારને અલ્હાબાદ હાઈકોર્ટમાં જવા કહ્યું.
પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે સ્ટેટસ રિપોર્ટ અને ભાગદોડ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરતી અરજી એડવોકેટ વિશાલ તિવારીએ દાખલ કરી હતી.સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.આ ખરેખર ચિંતાનો વિષય છે,પરંતુ આ મુદ્દા પર એક અરજી પહેલાથી જ અલ્હાબાદ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.તેથી અરજદારો ત્યાં જઈને પોતાનો કેસ રજૂ કરી શકે છે.સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે માહિતી આપી કે સરકારે તપાસ માટે એક ન્યાયિક પંચની રચના કરી છે.
અરજીમાં પ્રયાગરાજ કુંભ મેળા વિસ્તારમાં તમામ રાજ્યોના સુવિધા કેન્દ્રો ખોલવાની માંગ કરવામાં આવી હતી,જેથી બિન-હિન્દી ભાષી લોકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.અરજીમાં VIP મૂવમેન્ટ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને માંગ કરવામાં આવી હતી કે આવા કાર્યક્રમોમાં VIP મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવે જેથી સામાન્ય લોકો માટે વધુને વધુ જગ્યાનો ઉપયોગ થઈ શકે.અરજીમાં મોટા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગદોડ ટાળવા,દેશની મુખ્ય ભાષાઓમાં ડિસ્પ્લે બોર્ડ લગાવીને લોકોને સાચી માહિતી પૂરી પાડવા અને રાજ્ય સરકારો દ્વારા તેમના યાત્રાળુઓને મોબાઇલ દ્વારા માહિતી પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર