હેડલાઈન :
- આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે
- આવતી કાલે ગુરુવારે રાજ્યનું 2025-26નું બજેટ રજૂ થશે
- નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ 2025-26 રજૂ કરશે
- 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ એમ 38 દિવસનું હશે બજેટ સત્ર
- સત્ર દરમિયાન 10 દિવસ રજા હોવાથી 27 બેઠકો મળશે
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અભિભાષણથી શરુ થશે સત્ર
- રાજ્યપાલના સંબોધન બાદ ત્રણ બેઠકો રાખવામાં આવશે
- રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે
ગુજરાત વિધાનસભામાં આજથી બડેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.પાટનગર ગાંધીનગર સ્થિત વિધાનસભાનું આ સત્ર 38 દિવસનું રહેશે,જોકે વચ્ચે 10 રજાઓ આવતી હોવાથી સત્રમાં 27 બેઠકો મળશે.તો આવતી કાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યનું 2025-26 નું અંદાજપત્ર રજૂ કરશે.
બજેટ સત્રને લઈ શાસક પક્ષ ભાજપ ધારાસભ્યોની બેઠક મળી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાની હેઠળ મળેલી આ બેઠકમાં લગભગ દોઢ મહિનો ચાલનારા બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે માર્ગદર્શન આપ્યુ હતુ. જેમાં ગૃહમાં કાર્યવાહી કેવી રીતે કરવી,વિપક્ષના આરોપનો જવાબ કેવો આપવો,તેમજ સરકાર તરફી મુદ્દોઓ કેવી ર્તા રજૂ કરવા જેવી વિગતો સામેસ હતી.
તો વળી વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક પણ મળી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ,ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત,નાણામંત્રી કનુભાઈ દેસાઈ તો ભાજપના શાસક પક્ષના દંડક બાલકૃષ્ણ શુક્લ,કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નોંધનિય છે કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનાં અભિભાષણ બાદ ત્રણ બેઠક રાખવામાં આવશે ઉપરાંત બજેટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકો વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન યોજાશે.રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાશે.ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે.જેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંધ,કડીના ધારાસભ્ય સ્વ.કરસન સોલંકી સહીત પૂર્વ ધારાસભ્યોને શ્રધાંજલિ આપશે.
વિધાનસભાના બજેટ સત્રને ધ્યાનમાં રાખી ગાંધીનગર પોલીસ દ્વારા શહેરમાં સઘન સલામતી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે.પાટનગરના પ્રવેશદ્વારો ઉપર સતત વાહન ચેકિંગની સાથે સત્યાગ્રહ છાવણી સહિત મુખ્ય સર્કલો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.ખાસ કરીને રેલી ધરણા ઉપર તંત્રની ચાંપતી નજર રાખવામાં આવશે.ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ વખતે 19 ફેબ્રુઆરીથી 28માર્ચ સુધી મળવાનું છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ ગાંધીનગર પોલીસ દ્વારા સત્ર દરમિયાન ગાંધીનગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે.