હેડલાઈન :
- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા
- દિલ્હીના ભાજપના નવા મુખ્યમંત્રીનુ નામ આજે જાહેર થશે
- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળી સ્પષ્ટ બહુમતી
- દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત બાદ મુખ્યમંત્રીના ચહેરા પર ચર્ચા
- મુખ્યમંત્રી નિયુક્ત કરવા માટે ભાજપે નિરિક્ષક નિયુક્ત કર્યા
- ઓપી ધનખડ અને રવિશંકર પ્રસાદ નિરિક્ષક તરીકે નિયુકત
- 20 ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભાજપની શાનદાર જીત બાદ, મુખ્યમંત્રીના નામ અંગેનો સસ્પેન્સ આજે 19 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠક શરૂ થઈ ગઈ છે.
केंद्रीय मंत्री और भाजपा के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा भी कल 20 फरवरी को रामलीला मैदान में दिल्ली के मुख्यमंत्री और नए मंत्रिमंडल के शपथ ग्रहण समारोह में शामिल होंगे। https://t.co/flBYn9Vjbb
— ANI_HindiNews (@AHindinews) February 19, 2025
દિલ્હીના નવા મુખ્યમંત્રીનો ચહેરો સાંજે 7 વાગ્યે ધારાસભ્ય પક્ષની બેઠકમાં નક્કી કરવામાં આવશે.દિલ્હીના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે પાર્ટીના રાષ્ટ્રીય સચિવ ઓપી ધનખડ અને ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
https://twitter.com/AHindinews/status/1892129456145244425
#WATCH दिल्ली: भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुघ ने कल 20 फरवरी को रामलीला मैदान में होने वाले दिल्ली के नए मुख्यमंत्री के शपथ समारोह की चल रही अंतिम तैयारियों की समीक्षा की। pic.twitter.com/LRfldM4UTE
— ANI_HindiNews (@AHindinews) February 19, 2025
આવતીકાલે 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનાર મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ કાર્ડ પણ સામે આવ્યું છે.આમંત્રણ પત્ર મુજબ દિલ્હીના મુખ્યમંત્રી અને તેમનું સમગ્ર મંત્રીમંડળ આવતીકાલે બપોરે 12:35 વાગ્યે શપથ લેશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમારોહમાં 21 NDA શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ ભાગ લેશે.ઉપરાંત પ્રખ્યાત નેતાઓ,બોલીવુડ સેલિબ્રિટીઓ,ઉદ્યોગપતિઓ,દિલ્હીના ખેડૂત નેતાઓ, કેબ ડ્રાઇવરો વગેરે હાજર રહેશે.ભાજપના નેતા અને દિલ્હી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પણ મુખ્યમંત્રી શપથ ગ્રહણ સમારોહ માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને આતિશીને આમંત્રણ મોકલ્યા છે.
પહેલા એ ખબર હતી કે આ બેઠક 17 ફેબ્રુઆરીએ બપોરે 3 વાગ્યે યોજાશે પરંતુ રવિવારે સાંજે તેને મુલતવી રાખવામાં આવી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપે 48 માંથી 15 ધારાસભ્યોના નામ શોર્ટલિસ્ટ કર્યા છે,જેમાંથી 9 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે.આ 9 માંથી મુખ્યમંત્રી,મંત્રી અને સ્પીકરના નામ નક્કી કરવામાં આવશે.જે નામોની ચર્ચા થઈ રહી છે તેમાં રેખા ગુપ્તા,પ્રવેશ વર્મા,વિજેન્દ્ર ગુપ્તા,સતીશ ઉપાધ્યાય,આશિષ સૂદ,શિખા રાય અને પવન શર્માનો સમાવેશ થાય છે.સૂત્રોના જણાવ્યા અનુસાર નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 19 કે 20 ફેબ્રુઆરીએ થઈ શકે છે.
ભાજપે રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં નવા ચહેરા લાવીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.તેવી જ રીતે, હવે ભાજપ દિલ્હીમાં પણ આવા જ ચહેરાને મુખ્યમંત્રી બનાવી શકે છે.આ વખતે ભાજપે 27 વર્ષ પછી દિલ્હીમાં જીત મેળવી છે.વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો જીતી હતી.જ્યારે આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો જીતી શકી.કોંગ્રેસ સતત ત્રીજી વખત રાજધાનીમાં પોતાનું ખાતું પણ ખોલી શકી નથી.