હેડલાઈન :
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ હવે અંતિ ચરણમાં પહોંચી
- ટુર્નામેન્ટની સેમિફાઈનલ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ
- પ્રથમ સેમિફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાશે
- પ્રથમ સેમિફાઈનલ મેચ 4 માર્ચના રોજ દુબઈ ખાતે રમાશે
- બીજી સેમિફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે
- બીજી સેમિફાઈનલ મેચ 5 માર્ચના રોજ લાહોર ખાતે રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફીની ચોથી સેમિફાઇનલ ટીમ દક્ષિણ આફ્રિકાના રૂપમાં મળી છે.શનિવારે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડને હરાવીને દક્ષિણ આફ્રિકાએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.આ પહેલા ભારત અને ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી હતી.તો હવે કઈ ટીમો સેમિફાઇનલમાં એકબીજા સામે ટકરાશે?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ગત 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.વર્તમાન ટુર્નામેન્ટના સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી થઈ ગઈ છે.ટુર્નામેન્ટનો પહેલો સેમિફાઇનલ મુકાબલો 4 માર્ચે દુબઈમાં રમાશે.આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.ટોસ બપોરે 2 વાગ્યે થશે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મુકાબલો થશે.જ્યારે બીજી સેમિફાઇનલ મેચ 5 માર્ચે લાહોરના મેદાન પર રમાશે.દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આ મહાસંગ્રામ યોજાશે.
આ પછી ફાઇનલ મેચ 9 માર્ચે યોજાશે.પરંતુ તેનું સ્થળ હજુ નક્કી થયું નથી.
પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના યજમાની અધિકાર મળ્યા છે.પરંતુ આ ટુર્નામેન્ટ પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે દીવા સ્વપ્ન બની ગઇ છે.પાકિસ્તાન તેની પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે 60 રનથી હારી ગયું હતું.આ પછી ભારતીય ટીમે તેમને 6 વિકેટથી હરાવ્યું.બાંગ્લાદેશ સામેની તેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.આ કારણોસર તે સેમિફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ.પાકિસ્તાન ઉપરાંત ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમો પણ સેમિફાઇનલમાં પહોંચી શકી ન હતી અને આ ટીમોનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.