હાઈલાઈટ્સ :
- ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં વરસી આકાશી આફત
- છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ સોરઠને ઘમરોડ્યુ
- પોરબંદરમાં 24 કલાકમા 14 ઈંચથી વધુ વરાસાદ
- ભારે વરસાદથી શહેરમાં પાણી જ પાણી જોવા મળ્યા
- પોરબંદરના મફતીયાપુરામાં ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યૂ
- પોરબંદર શહેરમાં અનેક વિસ્તારમા વૃક્ષો ધરાશાયી થયા
- સોમનાથ-વેરાવળ હાઈવે પર ઘુંટણસમા પાણી ભરાયા
ગુજરાતમાં એક અઠવાડીયાથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે.ક્યારેક દક્ષિણ ગુજરાત તો ક્યારેક ઉત્તર અને મધ્ય ગુજરાત તો વળી ક્યારેક સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છેૉ
ગતરોજ સાંજથી સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે.તેમાં પોરબંદરમા તો જાણે કે આભ ફાટ્યુ હોય તેમ 24 કલાકમાં 14 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે તેથી શહેર બેટમાં ફેરવાયુ છે.
ગુરૂવાર સાંજ અને આજે શુક્રવારની વાત કરીએ તો ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર પંથકમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે.ભારે વરસાદથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે.
સોરઠ પંથકના પોરબંદર વિસ્તારમાં 14 ઈંચ વરસાદથી સમગ્ર પંથક પાણી જ પાણી થઈ ગયો છે.ગત રાત્રીથી અવિરત પડી રહેલા વરસાદથી અનેક ગામોમા પાણી ભરાયા ત્યારે મળી રહેલી માહિતી મુજબ મફતીયાપુરા વિસ્તારમાં પાણી ભરાઈ જતા 13 લોકો ફસાયા હતા ત્યારેસ્થાનિક ફાયર વિભાગની ટીમે 13 જેટલા ફસાયેલા લોકોનુ રેસ્ક્યૂ કરવામા આવ્યુ છે.
ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.તો પોરબંર શહેરમાં 15 જેટલા વૃક્ષો પણ ધરાશાયી થયા છે.જેને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.
સૌરાષ્ટ્ર પંથકના છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો પોરબંદરમાં 14 ઈંચ,દ્વારકામા 10 ઈંચ,રાણાવાવમા 10 ઈંચ,પાટણ વેરાવળ તેમજ કેશોદમા સાડા સાત ઈંચ,તો વળી વંથલી તેમજ સુત્રાપાડામાં 7-7 ઈંચ વરસાદ ખાબક્યો છે.
SORCE : ગુજરાતી જાગરણ