હેડલાઈન :
- ગુજરાતમાં હ્યુમન મેટાન્યુમોવાઈરસ HMPV નો કેસ
- બે મહિનાનું બાળક નવા વાયરસથી સંક્રમિત થયુ
- રાજસ્થાનના ડુંગરપુરથી બે મહિનાનું બાળક સારવાર હેઠળ
- AMC અને CHCમાંથી એક ટીમ ખાનગી હોસ્પિટલ પહોંચી
- ગભરાવવાની જરૂર નથી સાવચેતી જરૂર રાખીએ : ઋષિકેશ પટેલ
- વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી જાહેર કરાશે
- વાઇરસના પહેલા પોઝિટિવ કેસ પછી ગુજરાત સરકાર એક્શનમાં
- વિદેશથી આવનાર તેમજ લક્ષણ ધરાવનારના RTPCR ટેસ્ટ ફરજીયાત
- ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ(HMPV)ના જોવા મળી રહ્યા છે કેસ
હાલમાં ગુજરાતમાં HMPV વાઈરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે.રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવેલા બે મહિનાના બાળકના સેમ્પલ HMPV પોઝિટિવ જણાયા છે,હાલમાં બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે.
#WATCH वडोदरा: गुजरात सरकार में मंत्री ऋषिकेश पटेल ने HMPV वायरस पर कहा, "राजस्थान के डूंगरपुर से सारवार आए 2 महीने के बच्चे में वायरस का पता चला है। उसे अहमदाबाद भेज दिया गया है… राज्य सरकार SOP जारी करेगी। घबराने की कोई जरूरत नहीं है। राज्य सरकार सभी सावधानियां बरत रही है।… pic.twitter.com/mLNjWUGo74
— ANI_HindiNews (@AHindinews) January 6, 2025
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી,વર્ષ 2001 થી આ વાઈરસની ઓળખ થયેલ છે.
ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે.આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે 4 જાન્યુઆરીના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO,MoH,સિવિલ સર્જન,SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે.આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાન્યુમોવાઈરસ HMPVથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ વાઇરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે.
– મેટાન્યુમોવાઈરસ HMPV વિશે જાણવા જેવી બાબતો
- મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ
- વર્ષ 2001 થી આ વાઈરસની ઓળખ થયેલ છે
- આ વાઈરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે
- તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફલુનો સમાવેશ થાય છે
– મેટાન્યુમોવાઈરસ HMPVના લક્ષણો દેખાય તો શું કરવું ?
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
- નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
- ભીડભાડવાળા સ્થળોથી દૂ૨ રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
- તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
- બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું.
- શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
– મેટાન્યુમોવાઈરસ (HMPV)ના ચેપની સ્થિતિમાં શું ના કરવું
- આવશ્યક ના હોય તો આંખ,નાક કે મોઢાને સ્પર્શ ક૨વો નહિ
- ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ અળગ રાખવી
- ટુવાલ રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું
- જાતે દવા લેવાનું ટાળવું,લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાયા વિના સાવચેત રહેવા,જણાવેલા સૂચનો અપનાવવા અને વાઇરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આથી જણાવવામાં આવ્યું છે.