હેડલાઈન :
- રાષ્ટ્રીય ચૂટણી પંચ આજે બપોરે કરશે પત્રકાર પરિષદ
- ચૂંટણી પંચની મંગળવારે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ
- દિલ્હી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે
- દિલ્હીની તમામ 70 બેઠકો પર જાહેર થશે ચૂંટણી
- દિલ્હીની તમામ 70 એક જ તબક્કામાં મતદાન થઈ શકે
- ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચારસંહિતા લાગુ થશે
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી શકે છે,કારણ કે રાષ્ટ્રીય ચૂંટણી પંચ આજે મંગળવારે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરનાર છે.
#DelhiElection2025 | भारत निर्वाचन आयोग आज दोपहर 2 बजे दिल्ली विधानसभा चुनाव के कार्यक्रम की घोषणा करेगा। pic.twitter.com/Gw7cw7Ksju
— ANI_HindiNews (@AHindinews) January 7, 2025
ચૂંટણી પંચ આજે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે.એવું માનવામાં આવે છે કે દિલ્હીની તમામ 70 સીટો પર એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થવા જઈ રહી છે.ચૂંટણી પંચ આજે બપોરે 2 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે.એવું માનવામાં આવે છે કે દિલ્હીની તમામ 70 સીટો પર એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે.ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે.ચૂંટણીની જાહેરાત બાદ દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.
અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.દિલ્હીની ચૂંટણી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના કાર્યકાળની છેલ્લી ચૂંટણી હશે.કારણ કે તેઓ 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે.છેલ્લી વખત 2020 માં,6 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી અને 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.11 ફેબ્રુઆરીએ મતગણતરી થઈ હતી.
– દિલ્હી જીતવા રાજકીય પક્ષોએ તાકાત એકઠી કરી
આમ આદમી પાર્ટી આ વખતે દિલ્હીમાં જીતની હેટ્રિક બનાવવા માટે ચૂંટણી મેદાનમાં છે,ત્યારે ભાજપ 27 વર્ષના વનવાસને સમાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે ચૂંટણી લડશે.આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે પરંતુ કોંગ્રેસ આ ચૂંટણી પૂરી તાકાત સાથે લડી રહી છે અને પોતાનું ગુમાવેલું મેદાન પાછું મેળવવા માંગે છે. ત્રણેય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોરદાર વ્યસ્ત છે.
– નવી દિલ્હી બેઠક પર ત્રિકોણીય મુકાબલો
આ ચૂંટણીમાં નવી દિલ્હી હોટ સીટ બની રહી છે.AAPના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ સીટ પર સતત ત્રણ વખત ચૂંટણી જીતીને સત્તાની સીટ પર પહોંચ્યા છે.આ વખતે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ભાજપે પૂર્વ સીએમ સાહિબ સિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્માને મેદાનમાં ઉતારીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.
– કાલકાજી બેઠક પણ હોટ સીટ બની હતી
દક્ષિણ-પૂર્વ દિલ્હીની કાલકાજી બેઠક પણ આ ચૂંટણીમાં હોટ સીટ તરીકે ઉભરી આવી છે.આ સીટ પરથી દિલ્હીના મુખ્યમંત્રી આતિશી ચૂંટણી લડી રહ્યા છે.તેમની સામે કોંગ્રેસે અલકા લાંબાને ટિકિટ આપી છે જ્યારે ભાજપે ગતિશીલ નેતા રમેશ બિધુરીને ટિકિટ આપી છે.આ બેઠક પર નજીકની હરીફાઈ જોવા મળી રહી છે.