Sunday, June 1, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home Videos Business

ગુજરાત 2029 સુધીમાં ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનવા સજ્જ : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબનું ઉદઘાટન કર્યું હતું.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jan 17, 2025, 05:11 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ કર્યુ ઉદ્ઘાટન
  • ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ હબનું ઉદ્ઘાટન થયુ
  • ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન
  • ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ સંબોધન
  • “2029 સુધીમાં ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનવા સજ્જ”
  • “દશકમાં દેશમાં PM મોદીના નેતૃત્વમાં ફિન્ટેક ક્રાંતિનો અનુભવ સૌએ કર્યો “
  • “યુવા ઉદ્યમીઓને નવી તકો,યંગ પ્રોફેશનલ્સને નવા રોજગાર અવસર પૂરા પાડશે”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબનું ઉદઘાટન કર્યું હતું.

ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ સાથે આ ઈનીસ્યેટીવઝ શરૂ થઈ રહ્યા છે તેમ આ તકે મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, પાછલા એક દશકમાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફિન્ટેક ક્રાંતિનો અનુભવ સૌ કોઈએ કર્યો છે.

આ ક્રાંતિને પરિણામે દેશમાં ફાઇનાન્સિયલ એક્ટિવિટીઝ મોટાભાગે ડિજિટલાઈઝડ થઈ ગઈ છે.એટલું જ નહીં, અફોર્ડેબલ ડેટા,રોબસ્ટ બેન્કિંગ સર્વિસીસ અને યુનિક ઇનોવેશનથી ભારત ફિન્ટેક સેક્ટરમાં ગ્લોબલ લીડર તરીકે ઉભરી રહ્યું છે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાતનું ગિફ્ટ સિટી,ભારતને ગ્લોબલ ફિન્ટેક હબ બનાવવાના વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે.દેશનું એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર અને બુલિયન એક્સચેન્જ અહીં કાર્યરત છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં શરૂ થઈ રહેલું ફિનટેક ઇનોવેશન હબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના IT એટલે કે ઇન્ડિયા ટુમોરોના વિઝનને સાકાર કરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ વિઝનને સાકાર કરવા સાથે જ આ ફિન્ટેક ઇનોવેશન હબ હજારો યુવા ઉદ્યમીઓને નવી તકો અને યંગ પ્રોફેશનલ્સને નવા રોજગાર અવસર પૂરા પાડશે. આ યંગ પ્રોફેશનલ્સની સ્કિલ અને ઇનોવેશનથી ગુજરાત 2029 સુધીમાં ગ્લોબલ ફિન્ટેક રિવોલ્યુશનમાં અગ્રણી રાજ્ય બનશે એવી આશા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

ગિફ્ટ સિટીના ચેરમેન ડૉ.હસમુખ અઢિયાએ આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં કહ્યું કે,ફિન્ટેક સેક્ટરમાં ટૂંકાગાળાની તાલીમ અને ઉદ્યમીઓને યોગ્ય સહયોગ મળી રહે તે માટે આ પ્રકારના ઇનોવેશન હબની ગુજરાતમાં આવશ્યકતા હતી. ગિફ્ટ સિટીએ ફિન્ટેક સેક્ટરમાં યુવાનોને પોતાનું કૌશલ્ય બતાવવાની તક આપવા આ ઇનોવેશન હબ કાર્યરત કર્યું છે.એટલું જ નહીં, ગિફ્ટ સિટીના ટાવર-ટુમાં 1800 સ્ક્વેર ફીટ “રેડી ટુ યુઝ” જગ્યા પણ ફાળવી આપી છે.
સ્ટાર્ટઅપ્સને મેન્ટરીંગ ફેસીલીટીઝ પણ અપાશે તેમ તેમણે જણાવ્યું હતું. ગિફ્ટ સિટીએ ખૂબ ટૂંકા સમયમાં જ આ ફિનટેક ઈન્સ્ટિટ્યુટ અને ઈનોવેશન હબ રાજ્ય સરકારના સહયોગથી કાર્યરત કર્યા છે,તે માટે ડો.અઢિયાએ ગિફ્ટ સિટીના સૌને બિરદાવ્યા હતા.

ગિફ્ટ સિટીના એમડી અને સી.ઈ.ઓ તપન રે એ ઇનોવેશન હબનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે પણ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.

આ ઈનિશિયેટિવ્ઝના પાર્ટનર પ્લેટફોર્મ ‘પ્લગ એન્ડ પ્લે’ના સહ-સ્થાપક જોજો ફ્લોરેસ,એકેડેમિક પાર્ટનર્સ અમદાવાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પંકજ ચંદ્રા,આઈ.આઈ.ટી.ગાંધીનગરના ડિરેક્ટર રજત મુના અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ, ઈન્ફોર્મેશન એન્ડ ડેટા સાયન્સના ઈન્ટ્રીમ ડીન રાજેશ ગુપ્તા,એ.ડી.બી.ના ડેપ્યુટી કન્ટ્રી ડાયરેક્ટર આરતી મેહરા વગેરેએ પણ સંબોધન કર્યા હતા.આ ઉદ્ઘાટન સત્રમાં ફિન્ટેક સેક્ટરના અગ્રણીઓ, યુવા ઉદ્યમીઓ અને છાત્રો તથા આમંત્રિતો સહભાગી થયા હતા.

Tags: Bhupendra patelGandhinagarGift CityGlobal Fintech RevolutionGOVERMENT OF GUJARATGujaratGujarat CMINDIAInnovationNarendra ModiPm Modi
ShareTweetSendShare

Related News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન
કલા અને સંસ્કૃતિ

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો

Latest News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઉત્તર પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને લીલી ઝંડી આપી

વડાપ્રધાન મોદીએ કાનપુરથી રૂ.47,600 કરોડના 15 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા

સમગ્ર દુનિયાએ ‘ઓપરેશન સિંદૂર’ના રૂપમાં આપણી બહેનોનો એ જ ગુસ્સો જોયો : PM મોદી

આપણે બધા પુત્રી ઐષ્ણ્યા દ્વિવેદીની પીડા,વેદના,આંતરિક ગુસ્સો અનુભવી શકીએ છીએ : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.