Sunday, June 1, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી

Home જનરલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરો-મહાનગરોના નાગરિકોના જનસુખાકારી કામો માટે નાણાં ફાળવણીનો અભિગમ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર એમ ચાર મહાનગરપાલિકાઓને કુલ રૂ.309.72કરોડ જનસુખાકારીના કામો માટે ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Feb 17, 2025, 05:39 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ત્વરિત-પારદર્શી નિર્ણાયક્તાનો અભિગમ
  • નગરો-મહાનગરોમાં ઈઝ ઓફ લિવિંગ વધારવા વિકાસ કામોને મંજૂરી
  • એક જ દિવસમાં એકસાથે 537કરોડ રૂપિયા વિકાસ કામો માટે મંજૂર
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતના કામો
  • સ્ટ્રોમ વોટર ડ્રેનેજ-આંતર માળખાકીય સુવિધા-માર્ગ મરામતના કામો
  • પાણી પુરવઠા પાઇપલાઇન-મુખ્યમંત્રી શહેરી સડક યોજના ના કામો
  • શહેરી બસ પરિવહન યોજનાના કામો માટે નાણાં ફાળવણી કરાઈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાના હેતુથી શહેરી જનસુખાકારીના કામો માટે નાણાં ફાળવણીનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ એક જ દિવસમાં એક…

— CMO Gujarat (@CMOGuj) February 17, 2025

મુખ્યમંત્રીએ તેમની સમક્ષ મહાનગરપાલિકાઓ,નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂ થયેલી દરખાસ્તોના અનુસંધાને એક જ દિવસમાં એક સાથે કુલ 537.21 કરોડ રૂપિયા મંજૂર કરીને પારદર્શી અને ઝડપી નિર્ણય શક્તિનું વધુ એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર એમ ચાર મહાનગરપાલિકાઓને કુલ રૂ.309.72કરોડ જનસુખાકારીના કામો માટે ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તદનુસાર,ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે રૂ.3.98 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે રૂ.35 કરોડ ફાળવવામાં આવશે.આ ઉપરાંત રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે રૂ.212.50 કરોડ ફાળવવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે 58.47 કરોડ રૂપિયાની ફાળવણી માટે મંજૂરી આપી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવરચિત પોરબંદર મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન તથા સફાઈ કામગીરી માટે રૂ.13.35 કરોડ અને વહીવટી ક્ષમતા વૃદ્ધિના કામો માટે રૂ.11.69કરોડ મળીને કુલ 25 કરોડ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.

આ ઉપરાંત રાજ્યની અન્ય સાત નગરપાલિકાઓમાં વિસનગરને ખાનગી સોસાયટી જનભાગીદારી અંતર્ગત સી.સી. રોડ તથા પેવર બ્લોક લગાવવાના 10 કામો માટે રૂ.1.52 કરોડ,પાલનપુરમાં ઘરોની ગટર લાઈનને મુખ્ય ગટર લાઈન સાથે જોડવાના 166 કામો માટે રૂ.11.61 લાખ તથા સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ કામ માટે રૂ.55.86 કરોડ, સિદ્ધપુરમાં વોટર વર્કસ અને ડ્રેનેજ હાઉસ માટે નવી પમ્પિંગ મશીનરી માટે રૂ.3.65 કરોડ તેમજ આઉટ ગ્રોથ એરિયા વિકાસ કામો અંતર્ગત સી.સી. રોડ બનાવવા માટે ટંકારાને રૂ.1.91 કરોડ તથા કેશોદને રૂ.5.99 કરોડ ફાળવવાની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે દ્વારકા નગરપાલિકાને રૂ.131.76 કરોડ ફાળવવામાં આવશે.આ રકમમાંથી દ્વારકા શહેરથી આશરે બે કિલોમીટર પૂર્વે નેશનલ હાઈવે પરથી રૂપેણ બંદર એક્ઝિટ આપી નવા ફોર લેન રોડને કનેક્ટ કરાશે. જેમાં વરસાદી પાણીનો નિકાલ,ફૂટપાથ,સાયકલ ટ્રેક વગેરે સુવિધાના કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત દ્વારકા નગરના રુક્ષમણી માતા મંદિર પાસેથી માઈનોર બ્રીજ અને અન્ય સુવિધાઓથી બાયપાસ રિંગરોડ બનાવવાનો પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજનાના કામોમાં સમાવેશ કરાશે.

આના પરીણામે દ્વારકાધીશના દર્શન માટે આવતા યાત્રિકો તેમજ શિવરાજપુર પ્રવાસનધામની મુલાકાતે આવનારા પ્રવાસન પ્રેમીઓ અને નાગેશ્વર, બેટ દ્વારકા તથા ઓખા તરફ આવતા-જતા નાગરિકોને વાહનવ્યવહાર માટે વધુ સુવિધા મળશે. આ ઉપરાંત દ્વારકાધીશને ધજા ચડાવવા આવતા યાત્રિકો માટે પણ દ્વારકા નગરમાં થતી ટ્રાફિક જામની સમસ્યાનું નિવારણ થશે.

મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકામાં ચોમાસાને કારણે નુકસાન પામેલા માર્ગોના રિસરફેસિંગ માટે વધારાની ગ્રાન્ટ તરીકે રૂ.1.70 કરોડ ફાળવ્યા છે.

Tags: AhmedabadBhupendra patelDevelopment WorksGandhinagarGOVERMENT OF GUJARATGujaratGujarat CMMunicipalitysSLIDERSwaranim GujaratSwarnim Jayanti CM Urban Development SchemeTOP NEWS
ShareTweetSendShare

Related News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન
કલા અને સંસ્કૃતિ

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો

Latest News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઉત્તર પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને લીલી ઝંડી આપી

વડાપ્રધાન મોદીએ કાનપુરથી રૂ.47,600 કરોડના 15 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા

સમગ્ર દુનિયાએ ‘ઓપરેશન સિંદૂર’ના રૂપમાં આપણી બહેનોનો એ જ ગુસ્સો જોયો : PM મોદી

આપણે બધા પુત્રી ઐષ્ણ્યા દ્વિવેદીની પીડા,વેદના,આંતરિક ગુસ્સો અનુભવી શકીએ છીએ : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.