હેડલાઈન :
અમીત શાહની ત્રણ નવા કાયદાના અમલીકરણ માટે સમીક્ષા
નવી દિલ્હી ખાતે નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે સમીક્ષા
જમ્મુ-કાશ્મીરમાં નવા ફોજદારી કાયદાના અમલીકરણ બેઠકની અધ્યક્ષતા કરી
બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા ઉપસ્થિત રહ્યા
બેઠકમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ઉપસ્થિત રહ્યા હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલીકરણ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ઉપરાંત, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન સહિત કેન્દ્રશાસિત પ્રદેશના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री अमित शाह ने जम्मू-कश्मीर में नए आपराधिक कानूनों के कार्यान्वयन को लेकर एक बैठक की अध्यक्षता की। बैठक में जम्मू-कश्मीर CM उमर अब्दुल्ला और उपराज्यपाल मनोज सिन्हा मौजूद रहे। pic.twitter.com/nxsNEWwLtM
— ANI_HindiNews (@AHindinews) February 18, 2025
કેન્દ્રીય ગૃહમંત્રીની સમીક્ષા બેઠક પર પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે ગૃહમંત્રી દેશમાં લાગુ કરાયેલા ફોજદારી કાયદાઓ અને તેનો ઉપયોગ કેટલી હદે થઈ રહ્યો છે તેની સતત સમીક્ષા કરી રહ્યા છે.આ સંદર્ભમાં આ વખતે જમ્મુ અને કાશ્મીરનો વારો હતો.અગાઉ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સમીક્ષા કરવામાં આવી હતી.
#WATCH दिल्ली: केंद्रीय गृह मंत्री के साथ बैठक के बाद जम्मू-कश्मीर CM उमर अब्दुल्ला ने कहा, "जम्मू-कश्मीर का नए आपराधिक कानूनों को लागू करने में काफी हद तक रोल ठीक रहा है। जहां कमी रही है, उस पर बात हुई उसे भी दुरुस्त किया जाएगा। लोगों को नए कानूनों की पूरी जानकारी हो, इसके लिए… https://t.co/TGHZEqWf8R pic.twitter.com/RsJtI8Sjpu
— ANI_HindiNews (@AHindinews) February 18, 2025
તેમણે કહ્યું કે આ કાયદાઓના અમલીકરણમાં જમ્મુ અને કાશ્મીરની ભૂમિકા ઘણી હદ સુધી સારી હતી.જ્યાં પણ નાની-મોટી ખામીઓ રહી છે,તેને નોંધવામાં આવી છે અને તેને સુધારવામાં આવશે.જ્યાં સુધી ચૂંટાયેલી સરકારનો સવાલ છે,કેન્દ્રશાસિત પ્રદેશમાં કાયદાનો અમલ કરવાની જવાબદારી આપણી નથી,પરંતુ આ નવા કાયદા છે અને લોકોને કાયદાની જાણ હોવી જોઈએ તેથી ચૂંટાયેલી સરકારે થોડી પ્રગતિ કરવી પડશે.
– સંસદે ત્રણ નવા ફોજદારી કાયદાઓ પસાર કર્યા
- ભારતીય ન્યાય સંહિતા (BNS)
- ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)
- ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA)
આ ત્રણ નવા ફોજદારી કાયદા જે અનુક્રમે ભારતીય દંડ સંહિતા 1860,ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872 નું સ્થાન લેશે.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર