હેડલાઈન :
- લોકસભા બાદ ઉપલા ગૃહ રાજ્યસભામાં પણ પસાર થયુ વક્ફ સુધારા બિલ
- રાજ્યસભામાં 12 કલાકથી વધુ સમય માટે વક્ફ સુધારા બિલ પર થઈ ચર્ચા
- લાંબી મેરેથોન બાદ ઉપલા ગૃહમાં પણ પસાર થયુ વક્ફ સુધારા બિલ
- રાજ્યસભામાં વક્ફ સુધારા બિલના સમર્થનમાં 128 મત,વિરોધમાં 95 મત પડયા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં વક્ફ સુધારા બિલ પસાર થવાને ઐતિહાસિક ગણાવ્યું
- સંસદના બંને ગૃહમાંથી પસાર થયા પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ હવે કાયદો બનશે
- બિલ પસાર થયા પછી કાયદાનો અમલ થશે તેને નવું નામ ‘UMMEED’ આપવામાં આવશે
સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 12 કલાકથી વધુ ચાલેલી મેરેથોન ચર્ચા બાદ આ બિલ પર મતદાન થયું.જેમાં શાસક પક્ષનો વિજય થયો અને ઉપલા ગૃહમાં પણ બિલ પસાર થયું.સંસદમાં બિલ પસાર થવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક ગણાવ્યુ છે.
– રાજ્યસભામાં વકફ સુધારા બિલ પસાર થયું
વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે રાજ્યસભામાં વકફ સુધારા બિલ પસાર થયું. 12 કલાકથી વધુ ચાલેલી મેરેથોન ચર્ચા બાદ આ બિલ પર મતદાન થયું.જેમાં શાસક પક્ષનો વિજય થયો અને ઉપલા ગૃહમાં પણ બિલ પસાર થયું. બિલના પક્ષમાં 128 મત પડ્યા જ્યારે 95 સભ્યોએ તેનો વિરોધ કર્યો.
– બિલ લોકસભામાં પસાર થઈ ગયું
બુધવારે વક્ફ સુધારા બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું.બિલના પક્ષમાં 288 અને વિરુદ્ધ 232 મત પડ્યા.લગભગ 12 કલાક ચાલેલી ચર્ચા બાદ નીચલા ગૃહ દ્વારા આ બિલ પસાર કરવામાં આવ્યું.
હવે આ બિલ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ તે કાયદો બનશે.આ બિલ પસાર થયા પછી જે કાયદાનો અમલ થશે તેને નવું નામ ‘UMMEED’ એટલે કે યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ આપવામાં આવ્યું છે.જોકે તે વિપક્ષો આ બિલ વિરુદ્ધ કોર્ટમાં જવાની વાત કરી રહ્યા છે.
– વકફ સુધારા બિલ પાસ થવું એ સામાજિક, આર્થિક ન્યાય, અને બધા માટે વિકાસનું મોટું પગલું છેઃ મોદી
વકફ સુધારા બિલ 2024 હવે લોકસભા પછી રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ અંગે વિપક્ષે બંને ગૃહોમાં ભારે હોબાળો મચાવ્યો હતો.આ બિલ પર ગુરુવાર ૩ એપ્રિલના રોજ રાજ્યસભામાં ચર્ચા થઈ અને પછી મતદાન થયું. આમાં, 128 સાંસદોએ બિલના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 95 સાંસદોએ તેનો વિરોધ કર્યો. રાજ્યસભામાં બિલ પસાર થયા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સતત ચાર ટ્વીટ કર્યા છે.
– PM મોદીએ ટ્વીટ કરીને ઐતિહાસિક ગણાવ્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું,”સંસદમાંથી વકફ સુધારા બિલ અને મુસ્લિમ વકફ (નાબૂદી) બિલ પસાર થવું એ સામાજિક અને આર્થિક ન્યાય,પારદર્શિતા અને બધા માટે વિકાસ તરફ એક મોટું પગલું છે.આનાથી ખાસ કરીને તે લોકોને ફાયદો થશે જેઓ અત્યાર સુધી પાછળ રહી ગયા છે અને જેમને ન તો યોગ્ય રીતે સાંભળવામાં આવ્યા છે અને ન તો તકો મળી છે.”તેમણે કહ્યું “સંસદ અને સમિતિઓની બેઠકોમાં ભાગ લેનારા અને પોતાના સૂચનો આપનારા તમામ સાંસદોનો હું આભાર માનું છું.સમિતિઓને સૂચનો મોકલનારા દેશવાસીઓનો પણ હું આભારી છું.આ દર્શાવે છે કે સાથે મળીને વાત કરવી કેટલી મહત્વપૂર્ણ છે.”
– લોકોના અધિકારોનું રક્ષણ કરીશું’
પીએમ મોદીએ વધુમાં કહ્યું,”ઘણા વર્ષોથી, વકફ પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીનો અભાવ હતો, જેના કારણે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ,ગરીબ મુસ્લિમો અને પાસમાંડા સમુદાયને નુકસાન થયું.હવે જે કાયદો પસાર થયો છે તે આ પ્રણાલીને વધુ પારદર્શક બનાવશે અને લોકોના અધિકારોનું રક્ષણ કરશે.”તેમણે વધુમાં કહ્યું, “આપણે હવે એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ,જ્યાં વ્યવસ્થા વધુ આધુનિક અને ન્યાયી હશે.અમારું લક્ષ્ય એ છે કે દરેક નાગરિકને સન્માન અને સમાનતા મળે. આ માર્ગને અનુસરીને, આપણે એક મજબૂત, સમાવિષ્ટ અને દયાળુ ભારતનું નિર્માણ કરીશું.”