હેડલાઈન :
- કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારનું હાલ સતત 11 મું વર્ષ
- વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની હાલ ચાલતી સતત ત્રીજી ટર્મ
- ભાજપે વર્ષ 2014,2019 અને 2024ની લોકસભા ચૂંટણી જીતી
- ભાજપ તરફથી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં લેવાયા 11 મહત્વના નિર્ણય
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયો-યોજનાઓથી દેશનું ચિત્ર બદલાયુ
- નોટબંધી,GST,આધાર જેવી યોજનાથી ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો
- ટ્રિપલ તલાક,કલમ 370,CAA અને વક્ફ થકી લઘુમતિ સમાજને લાભ
- આયુષ્માન,ઉજ્વલા,સર્જિકલ સ્ટ્રાઈક,કિસાન સન્માન નિધિ થકી સૌનું ઉત્કર્ષ
- નરેન્દ્ર મોદીની ભારત સરકારનો ગ્રામ,ગરીબ,મહિલા.યુવા,કિસાન,લઘુમતિ પર ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને હાલ ત્રીજી ટર્મ ચાલી રહી છે એટલકે કે કેન્દ્રની મોદી સરકારનું આ 11મું વર્ષ છે.ત્યારે આપણે આ દરમિયાન વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ લીધેલા 11 મહત્વના નિર્ણયો અથવા તો કાયદાઓ વિશે વાત કરવી છે.તો આ માટે પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ.
– કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને 11 મું વર્ષ
ભાજપે વર્ષ 2014,વર્ષ 2019 અને વર્ષ 2024ની લોકસભા ચૂંટણી જીતી અને સતત ત્રીજી વખત કેન્દ્રમાં સત્તા કબજે કરી છે.એટલે કે કેન્દ્રમાં મોદી સરકારને હાલ 11 મું વર્ષ ચાલે છે.ત્યારે તેમની જીતમાં સરકારી યોજનાઓ અને મોટા નિર્ણયોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.આવો મોદી સરકારના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધી લેવામાં આવેલા 11 મુખ્ય નિર્ણયો વિશે જાણીએ…
2 – નોટબંધી :
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલો ઐતિહાસિક અને સૌને આશ્ચર્ય જનક નિર્ણય લીધો તે છે નોટબંધીનો નિર્ણય.જી હા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર,2016 ના રોજ દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી.તેમણે જાહેરાત કરી હતી કે હવે 500 અને 1000 રૂપિયાની નોટો કાયદેસર રહેશે નહીં.વડા પ્રધાને આ નિર્ણય મુખ્યત્વે કાળા નાણાંને રોકવા માટે લીધો હતો.જોકે આ નિર્ણયની વિપક્ષી પક્ષો દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી.
2. GST :
કેન્દ્રના નરેન્દ્ર મોદી સરકારે 1 જુલાઈ,2017ના રોજ દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે GST લાગુ કર્યો.GST એક પરોક્ષ કર છે.ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ 29 માર્ચ 2017 ના રોજ સંસદમાં પસાર થયો હતો.GSTનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ‘એક કર પ્રણાલી’ લાગુ કરવાનો હતો.
3. ટ્રિપલ તલાક કાયદાનો અમલ :
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મ એટલે કે 2.0 ના સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંનો એક ટ્રિપલ તલાકને ગુનાહિત કૃત્ય જાહેર કરવાનો છે.સંસદમાં ટ્રિપલ તલાક બિલ પસાર કરીને,સરકારે ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓને મોટી રાહત આપી.આ ટ્રિપલ તલાક કાયદાને મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણ અધિનિયમ,2019 કહેવામાં આવે છે.ટ્રિપલ તલાક બિલ 1 ઓગસ્ટ 2019 ના રોજ સંસદમાં પસાર થયું હતું.
ટ્રિપલ તલાકને તલાક-એ-બિદ્દત પણ કહેવામાં આવે છે.આમાં મુસ્લિમ પુરુષ તેની પત્નીને ત્રણ વખત તલાક કહીને છૂટાછેડા આપી શકતો હતો.તેને છૂટાછેડા માટે કોઈ કારણ આપવાની પણ જરૂર નથી.
ટ્રિપલ તલાક કાયદો લાવવાનો ઉદ્દેશ્ય મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવવાનો અને આ પ્રથાને રોકવાનો હતો.
4. સર્જિકલ સ્ટ્રાઈક :
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના સૌથી મોટા નિર્ણયોમાં સર્જિકલ સ્ટ્રાઈકનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. ભારત સરકારે 29 સપ્ટેમ્બર 2016 ના રોજ જાહેરાત કરી હતી કે તેણે PoK માં નિયંત્રણ રેખા પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી છે,જેમાં આતંકવાદી લોન્ચપેડનો નાશ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે.ઉરી હુમલાનો બદલો લેવા માટે ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.ઉરી હુમલામાં 18 સૈનિકો શહીદ થયા હતા.ઉરી હુમલાના 10 દિવસની અંદર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી.
5 – જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ :
નરેન્દ્ર મોદી સરકારના સૌથી મહત્વના અને સૌથી મોટા નિર્ણયોમાંનો એક એટલે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો છે.કલમ 370 નાબૂદ કરવાની સાથે સરકારે જમ્મુ અને કાશ્મીરનો રાજ્ય દરજ્જો સમાપ્ત કર્યો અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો.આ ઉપરાંત લદ્દાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો.કલમ 370 હેઠળ જમ્મુ અને કાશ્મીરને ખાસ અધિકારો મળ્યા હતા.
સંસદ રાજ્ય માટે સંરક્ષણ,વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સિવાય કોઈ કાયદો બનાવી શકતી ન હતી.કોઈપણ કાયદાનો અમલ કરવા માટે તેને રાજ્ય સરકારની મંજૂરી મેળવવી પડતી હતી.
ભાજપે 2019ના લોકસભા ચૂંટણી ઢંઢેરામાં કલમ 370 નાબૂદ કરવાનું વચન આપ્યું હતું.કલમ 370 ના અમલ દરમિયાન અન્ય કોઈપણ રાજ્યનો રહેવાસી જમ્મુ અને કાશ્મીરમાં જમીન ખરીદી શકતો ન હતો.
કલમ 370 નાબૂદ થયા બાદ હવે કોઈપણ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે.
અગાઉ, જમ્મુ અને કાશ્મીરમાં 890 કેન્દ્રીય કાયદા લાગુ હતા.
6 – નાગરિકતા સુધારો કાયદો એટલે CAA :
નાગરિકતા સુધારો કાયદો 2019 માં સંસદમાં પસાર થયો હતો.તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા લઘુમતીઓ એટલે હિન્દુ,શીખ,ખ્રિસ્તી,પારસી,જૈન અને બૌદ્ધ ને ભારતીય નાગરિકત્વ આપવાનો છે.રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આ કાયદો 10 જાન્યુઆરી, 2020 થી અમલમાં આવ્યો.મુસ્લિમોને લઘુમતીઓમાં સામેલ ન કરવા સામે દેશભરમાં આંદોલન શરૂ થયુંશાહીન બાગ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું.
7 – ઉજ્જવલા યોજના :
પીએમ મોદીની સૌથી મોટી યોજનાઓમાં ઉજ્જવલા યોજનાનું નામ મુખ્ય છે.
આ યોજના હેઠળ ગરીબ પરિવારોની મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા,જેનાથી તેમને ધુમાડાથી મુક્તિ મળી.
આ યોજના 1 મે 1216 ના રોજ શરૂ કરવામાં આવી હતી.
8. ખેડૂત સન્માન ભંડોળ યોજના :
કિસાન સન્માન નિધિ યોજના 1 ડિસેમ્બર 2018 ના રોજ લાગુ કરવામાં આવી હતી.આ યોજના હેઠળ, ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે.આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં ચાર મહિનામાં ત્રણ હપ્તાના રૂપમાં જમા કરવામાં આવે છે.આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવાનો છે.આ યોજના ખેડૂતો માટે વરદાન સાબિત થઈ રહી છે.
9.આયુષ્માન ભારત યોજના :
આયુષ્માન ભારત મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના છે.આ યોજના દ્વારા દર વર્ષે 10 લાખ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે.આ યોજના વર્ષ 2018 માં લાગુ કરવામાં આવી હતી.આ યોજનાનો લાભ ફક્ત તે લોકો મેળવી શકે છે જેમની પાસે આયુષ્માન કાર્ડ છે. આ યોજનાને પીએમ જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે.આ યોજનાને તો હાલમાં જ સંયુક્ત રાષ્ટ્રે અન્યે દોશો માટે ઉદાહરણીય ગણાવી હતી.
10.જન ધન યોજના :
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે રજૂ કરાયેલ જન ધન યોજના.આ યોજનાની દેશ બહાર પણ પ્રશંસા થાય છે.આ અંતર્ગત દેશમાં કોઈપણ લઘુત્તમ બેલેન્સ વિના ખાતા ખોલવામાં આવ્યા હતા જેમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સરકારની PMJDY વેબસાઇટ અનુસાર,આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 53 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે,જેમાં શૂન્ય બેંક બેલેન્સ સુવિધા હોવા છતાં અત્યાર સુધીમાં લગભગ 2,30,000 રૂપિયા જમા થયા છે.
11 . આધાર કાયદો :
નરેન્દ્ર મોદી સરકારે 2016 માં આધાર કાયદો લાવી આ અંતર્ગત,યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) ની સ્થાપના કરવામાં આવી.જો આપણે તેની સાથે સંકળાયેલા ફાયદાઓ વિશે વાત કરીએ, તો UIDAI 12 અંકનો આધાર નંબર જારી કરીને નાગરિકોને સબસિડી, લાભો અને સેવાઓ પૂરી પાડે છે.
– વક્ફ સુધારા બિલ પસાર
તો વળી હવે ત્રીજી ટર્મ એટલે કે નરેન્દ્ર મોદીના સાશનના 11 માં વર્ષે કેન્દ્ર સરકાર વક્ફ સુધારા બિલ લાવી અને તે સંસદના બંને ગૃહોમાં પસાર પણ થઈ ગયુ છે. અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સહી થયા બાદ તે કાયદાનું સ્વરૂપ લેશે.આ કાયદાનો અમલ થશે તેને નવું નામ ‘UMMEED’ એટલે કે યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ,એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ આપવામાં આવશે.
આ ઉપરાંત મોદી સરકારે દેશવાસીઓને જન ધન યોજના,પીએમ ગરીબ કલ્યાણ યોજના,પીએમ આવાસ યોજના,હર ઘર જળ યોજના,ડિજિટલ ઇન્ડિયા,મેક ઇન ઇન્ડિયા,સ્માર્ટ સિટી,નમામી ગંગે યોજનાની ભેટ પણ આપી છે. તો વળી વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત મિશન અને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવ્યું. તેમણે ગરીબોને મફત રાશન આપવાનું પણ નક્કી કર્યું. આ ઉપરાંત તેમણે લોકોને વંદે ભારત ટ્રેન અને નવા સંસદ ભવનમાં પણ યોગદાન આપ્યું છે.