હેડલાઈન :
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયા પર ટેરિફ વોર
- વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલાટેરિફની વોલ સ્ટ્રીટ પર અસર
- ટ્રમ્પના નિર્ણયને કારણે હવે વેપાર યુદ્ધ અને આર્થિક મંદીનો ખતરો
- ટ્રમ્પ ટેરિફ નિતિની સૌથી ખરાબ અસર અમેરિકન શેરબજારો પર પડી
- ટેરિફથી વોલ સ્ટ્રીટમાં ગભરાટ ડાઉ જોન્સ રેકોર્ડ 1600 પોઈન્ટ ઘટ્યો
- કોવિડ-19 પછી પહેલી વાર વૈશ્વિક નાણાકીય બજારમાં ચિંતા જોવા મળી
- US રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર વિશ્વમાં મંદીના જોવાતી આશંકા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા ટેરિફની સીધી અસર વોલ સ્ટ્રીટ પર જોવા મળી હતી જ્યાં ગુરુવારે ભારે વેચવાલી જોવા મળી હતી.ટ્રમ્પના આ નિર્ણયને કારણે હવે વેપાર યુદ્ધ અને આર્થિક મંદીનો ખતરો મંડરાઈ રહ્યો છે.તેની સૌથી ખરાબ અસર અમેરિકન શેરબજારો પર પડી.
– કોવિડ-19 પછી પહેલી વાર વૈશ્વિક નાણાકીય બજારમાં ચિંતા
કોવિડ-19 પછી આ પહેલી વાર છે જ્યારે વૈશ્વિક નાણાકીય બજારમાં ચિંતા વચ્ચે યુએસ શેરબજારમાં આ સ્થિતિમાં ઘટાડો થયો છે.એક તરફ S&P 500 ઇન્ડેક્સ લગભગ 4.8 ટકા ઘટ્યો જે જૂન 2020 પછી એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે.આ ઘટાડાને કારણે બજારને લગભગ 2.4 ટ્રિલિયન ડોલર એટલે કે 200 લાખ કરોડનું નુકસાન થયું છે.
– વોલ સ્ટ્રીટ ડગમગી ગઈ
આ ઉપરાંત ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ અને નાસ્ડેક કમ્પોઝિટમાં પણ એ જ ઘટાડો જોવા મળ્યો જે 2020માં કોરોના રોગચાળા દરમિયાન જોવા મળ્યો હતો.ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 4 ટકા ઘટીને 1,679 પોઈન્ટ પર અને નાસ્ડેક કમ્પોઝિટ 6 ટકા ઘટ્યો હતો.ટેરિફ પછી નબળા આર્થિક વિકાસ અને ફુગાવાના ભય વચ્ચે વોલ સ્ટ્રીટ ડગમગી રહી હોય તેવું લાગતું હતું.મોટી ટેક કંપનીઓથી લઈને ક્રૂડ ઓઈલ અને અન્ય ચલણો સુધી બધું જ ઘટી રહ્યું હતું. જોકે,સોનાના ભાવમાં વધારો થયો અને રોકાણકારોએ તેમાં રોકાણ કરવાનું શ્રેષ્ઠ માન્યું. જોકે એ વાત ચોક્કસ હતી કે વૈશ્વિક રોકાણકારો ટ્રમ્પની પારસ્પરિક ટેરિફની જાહેરાતથી સંપૂર્ણપણે વાકેફ હતા. તેથી, આની સ્પષ્ટ અસર S&P 500 ઇન્ડેક્સ પર પડી અને તેમાં 10%નો રેકોર્ડ ઘટાડો નોંધાયો.
– મંદીના સંકેતો
નિષ્ણાતો સતત આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ પગલાથી સમગ્ર વિશ્વમાં મંદી આવી શકે છે. આનું કારણ એ છે કે જો કોઈ દેશ માલનું ઉત્પાદન કરે છે અને અમેરિકામાં નિકાસ કરવામાં આવે ત્યારે તે મોંઘુ થઈ જાય છે તો તેની માંગ ઘટશે.અમેરિકાના ટેરિફના જવાબમાં, વિશ્વભરના અન્ય દેશો પણ ટેરિફ લાદશે. આવી સ્થિતિમાં ફક્ત તે ચીજવસ્તુઓનું ઉત્પાદન બંધ થશે નહીં, પરંતુ ફુગાવો વધશે, મંદી આવશે અને બેરોજગારી વધશે.