હેડલાઈન :
- ભાજપના ગઢમાં કોંગ્રેસનું છઠ્ઠુ બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન
- ગુજરાતમાં 64 વર્ષ,અમદાવાદમાં 103વર્ષ બાદ આયોજન
- સોનિયા ગાંધી,રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી અમદાવાદ પહોંચ્યા
- 8 એપ્રિલના રોજ CWCની બેઠક મળશે,તો અન્ય બેઠકનો પણ ધમધમાટ
- આવતીકાલે 9 એપ્રિલે સાબરમતી તટે કોંગ્રેસનુ રાષ્ટ્રીય અધિવેશન યોજાશે
- દેશના અલગ અલગ રાજ્યમાંથી કોંગ્રેસના હોદેદારો ગુજરાત આવી પહોચ્યા
ગુજરાતમાં કોંગ્રેસનું આ છઠ્ઠુ અધિવેશન છે અને અમદાવાદમાં 103 વર્ષ પછી કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે.
અમદાવાદમાં 9 એપ્રિલે કોંગ્રેસનુ રાષ્ટ્રિય અધિવેશન મળશે જેના પહેલા આજે 8 એપ્રિલના રોજ CWCની બેઠક મળશે.બપોરે 11 થી 3 વાગ્યા સુધી બેઠકનો ધમધમાટ ચાલશે.સાબરમતી તટ પર યોજાનારા અધિવેશનમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો દેશભરમાંથી અમદાવાદ આવી પહોંચ્યા છે.ગુજરાતમાં કોંગ્રેસનું આ છઠ્ઠુ અધિવેશન છે, અને અમદાવાદમાં 103 વર્ષ પછી કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે.
-રાહુલ-પ્રિયંકા અને સોનિયા ગાંધી અમદાવાદ પહોચ્યા
આજથી અમદાવાદમાં કોંગ્રેસનુ રાષ્ટ્રિય બે દિવસીય અધિવેશન મળવાનું છે ત્યારે રાહુલ-પ્રિયંકા અને સોનિયા ગાંધી અમદાવાદ આવી પહોચ્યા છે.જેમાં 1800થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે.CWC બેઠકમાં કોંગ્રેસના 156 સભ્યો હાજર રહેશે.આજે 8 એપ્રિલના રોજ બપોરેબેઠક યોજાશે અને આવતીકાલે 9 એપ્રિલે સાબરમતીના તટે કોંગ્રેસનુ રાષ્ટ્રીય અધિવેશન યોજાશે.સવારે 9.30 કલાકથી અધિવેશનની શરૂઆત થશે,તો દેશના અલગ અલગ રાજ્યમાંથી કોંગ્રેસના હોદેદારો ગુજરાત આવી પહોચ્યા છે.
– પાર્ટીને લગતા મહત્વના મુદ્દાઓ ચર્ચાશે
છેલ્લે ભાવનગરમાં 1961માં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. જો કે અધિવેશનમાં 2 હજાર 200 જેટલા ડેલિગેશન્સ ભાગ લેશે અને અધિવેશનને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો છેલ્લા એક મહિનાથી મહેનત કરી રહ્યા છે. આ અધિવેશનમાં પાર્ટીને લગતા મહત્વના મુદ્દાઓ ચર્ચાશે.
– મોંઘવારી,શિક્ષણ,અસમાનતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્ત ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે”કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.દેશમાં વધતી મોંઘવારી,શિક્ષણ, અસમાનતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.તેમણે જણાવ્યું કે ”આઝાદ ભારતનું સ્વપ્ન અને ચળવળ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી થઈ હતી. માટે આ સ્થળ ઐતિહાસિક છે”