હેડલાઈન :
- કેન્દ્ર સરકારનો પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર
- ઘરેલુ ગેસ સિલિન્ડર થયો મોંધો,રૂ,50નો વધારો ઝીંકાયો
- દેશભરમાં નવો ભાવ ગત મધ્યરાત્રીથી અમલી બન્યો
- પેટ્રોલ-ડીઝલ બાદ હવે ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ વધ્યો
- અમદાવાદમાં સબસિડિ વગરના સિલિન્ડરનો નવો ભાવ રૂ.850
ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો હવે દિલ્હીમાં 853 રૂપિયામાં મળશે સિલિન્ડર આજથી નવા ભાવ લાગુ થયા છે.નવો ભાગ મધ્યરાત્રિથી અમલી બન્યો છે.
– કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શું કહ્યું
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સરકારે LPG ગેસના ભાવોમાં પણ વધારો કર્યો છે.ઘરેલુ LPG ગેસના ભાવ રૂ. 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે.સબસિડીવાળા અને સબસિડી વગરના તમામ LPG ગેસ સિલિન્ડર પર નવા ભાવો આજે 8 એપ્રિલ, 2025થી લાગુ થઈ ગયા છે.કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે કિંમત કરતા ઓછા ભાવે સિલિન્ડર વેચવાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લગભગ 41,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.આ નુકસાન ઘટાડવા માટે કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
– 8 એપ્રિલ, 2025થી લાગુ થઈ ગયા
સામાન્ય ગ્રાહકો માટે LPG સિલિન્ડરના ભાવ હવે રૂ.803થી વધી રૂ.853 થશે.જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના LPG સિલિન્ડરનો ભાવ રૂ.500થી વધી રૂ.550 થશે.જોકે રાજ્યવાર LPG ગેસના ભાવો અલગ-અલગ છે.અમદાવાદમાં LPG ગેસનો ભાવ હાલ રૂ.800 પ્રતિ 14.2 કિગ્રા છે.જો નવો ભાવવધારો લાગુ થાય તો આવતી કાલથી ગૃહિણીઓને ગેસ સિલિન્ડર માટે રૂ.850 ચૂકવવા પડશે.પેટ્રોલિયમ અને
– એક્સાઈઝ ડ્યુટી લિટરદીઠ બે રૂપિયા વધારી
નેચરલ ગેસના કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે LPG ગેસના ભાવોની દર 15 દિવસે સમીક્ષા કરવામાં આવશે.આંતરરાષ્ટ્રીય ભાવોના આધારે તેમાં ફેરફાર કરવામાં આવશે.પેટ્રોલ-ડીઝલ પર પણ એક્સાઈઝ ડ્યુટી લિટરદીઠ રૂ.2 વધારવામાં આવી છે.જોકે તેનો બોજો સામાન્ય પ્રજા પર નહીં નાખવાનો આદેશ OMCને આપવામાં આવ્યો છે.એક્સાઈઝમાં વૃદ્ધિ પાછળનો ઉદ્દેશ ઓઈલ માર્કેટિંગ કંપનીઓે રૂ. 43,000 કરોડનું વળતર આપવાનો છે.OMCને ગેસ સેગમેન્ટમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે છે.
હવે દિલ્હીમાં ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે.અગાઉ રાજધાનીમાં ગેસ સિલિન્ડર 803 રૂપિયામાં મળતો હતો. તે જ સમયે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ગેસ સિલિન્ડર માટે પણ વધુ પૈસા ચૂકવવા પડશે.
– LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો
દેશભરમાં ઘરેલુ LPG સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો છે.નવા ભાવ આજથી અમલમાં આવી ગયા છે.હવે દિલ્હીમાં ગેસ સિલિન્ડર 853 રૂપિયામાં મળશે.અગાઉ રાજધાનીમાં ગેસ સિલિન્ડર 803 રૂપિયામાં મળતો હતો.તે જ સમયે, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ ગેસ સિલિન્ડર માટે પણ વધુ પૈસા ચૂકવવા પડશે. ઉજ્જવલા યોજના હેઠળ આવનારાઓને હવે 550 રૂપિયામાં સિલિન્ડર મળશે.તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મહિલા દિવસે સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.