હેડલાઈન :
- ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરીમાં પ્રથમવાર AIનો ઉપયોગ થશ
- આગામી 10 થી 13 મે દરમિયાન 11 જિલ્લાઓમાં હાથ ધરાશે કવાયત
- વન મંત્રી મૂળુભાઈ બેરાએ સિંહ ગણતરી અંગે આપી માહિતી
- CM ભૂપેન્દ્ર પટેલે સિંહોની ગણતરીમાં ટેકનોલોજીની પહેલને આવકારી
- દાયકા બાદ ગીરના સિંહોની ગણતરી આ વખતે AI ટેકનોલોજી બનશે સહાયક
- વન અધિકારીઓની સાથે સ્વયંસેવકો-NGO પણ કવાયતમાં ભાગ લેશે
- વર્ષ 2020ની ગણતરી મુજબ ગીરમાં કુલ 674 સિંહો હતા
- સૌરાષ્ટ્રનું ગીર અભિયારણ્ય એશ્યાટીક સિંહ માટે જાણીતુ
ગુજરાતના વનમંત્રી મુળુભાઈ બેરાએ રાજ્યમાં હાથ ધરવામાં આવનારી સિંહ વસ્તી ગણતરીમાં પ્રથમવાર આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ AI નો ઉપયોગ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.વન વિભાગ ગણતરી માટે સંપૂર્ણ પણે તૈયાર છે જે 10 થી 13 મે દરમિયાન 11 જિલ્લાઓમાં યોજાશે.વન અધિકારીઓની સાથે સાથે સ્વયંસેવકો અને એનજીઓ પણ આ નિર્ણાયક કવાયતમાં ભાગ લેશે.
– સૌરાષ્ટ્રનું ગીર અભિયારણ્ય એશ્યાટીક સિંહ માટે જાણીતુ
ગુજરાત અને તેમાં પણ સોરઠનું ગીર અભિયારણ્ય એશિયાટીક સિંહ માટે જાણીતુ છે.ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં દેશ-વિદેશથી સિંહ દર્શન માંટે લોકો માટી સંખ્યામાં આવે છે. દર પાંચ વર્ષે રાજ્ય સરકાર સિંહોની ગણતરી કરે છે.આનંદની વાત એ છે કે પ્રતિવર્ષ સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.આ વખતે રાજ્ય સરકાર સિંહોની ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે.જી,હા આ વખતે સૌ પ્રથમવાર AI ટેકનોલોજીના માધ્યમથી સિંહોની ગણતરી થવાની છે.ત્યારે આ અંગે પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ
– આ વખતે AI ટેકનોલોજીથી થશે સિંહોની ગણતરી
મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી ગીર અભયારણ્ય અને અન્ય અભયારણ્યોમાં 11 જિલ્લાઓમાં થશે, જ્યાં સિંહની અવરજવર અને રહેઠાણ હાજર છે.દર વખતે જ્યારે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ ત્યારે ઘણા સ્વયંસેવકો અહીં આવે છે.આવા લોકો વન વિભાગના કર્મચારીઓ સાથે જોડાશે અને વસ્તી ગણતરી સરળતાથી થશે.આ પ્રક્રિયા હાથ ધરવા માટે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
પરંપરાગત રીતે દર પાંચ વર્ષે યોજાતી સિંહની વસ્તી ગણતરી હવે કોવિડ -19 રોગચાળાને કારણે લગભગ એક દાયકા પછી થઈ રહી છે.જેણે 2020માં સમયપત્રકને વિક્ષેપિત કર્યું હતું..વન અધિકારીઓ અનુસાર આ વર્ષે આ પ્રક્રિયાને વધુ મહત્વ પ્રાપ્ત થયું છે અને તે 24-કલાકના બે તબક્કામાં હાથ ધરવામાં આવશે.
– પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો
મહત્વપીર્ણ માહિતી એ છે કે ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહોની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 29 ટકા વધારો થયો છે.વર્ષ 2015ની ગણતરીમાં સિંહોની સંખ્યા 523 હતી જે વર્ષ 2020માં વધીને 674 પહોંચી છે.સિંહોની વસ્તીમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો વધારો છે.ગત વખતે 5 અને 6 જૂનના રોજ પૂનમ અવલોકન પધ્ધતિ હાથ ધરાઈ હતી.કુલ 674મા 161 નર, 260 માદા,45 નર પાઠડા,49 માદા પાઠડા,22 વણઓળખાયેલા પાઠડા,137 સિંહબાળ હતા.તો વર્ષ 2015મા સિંહોનું વિસ્તરણ ક્ષેત્ર 22,000 ચો.કિમી. હતું જે વધીને 2020માં 30,000 ચો.કિમી.થયું છે.વિસ્તરણ ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષમાં 36 ટકાનો વધારો છે.
– કેવી રાતે થયું હતુ અવલોકન
વર્ષ 2020માં 5 જૂન બપોરે બે વાગ્યાથી 6 જૂન બપોરે બે વાગ્યા સુધી સિંહોનું પૂનમ અવલોકન કરવામાં આવ્યું હતું.આ કવાયતમાં 1400 કર્મચારીઓ જોડાયા હતા.13 વિવિધ વિભાગ પાડવામાં આવ્યા.જીપીએસ સ્થાન,સમય,સિંહોની સંખ્યા,વ્યક્તિગત ઓળખ,ગુણ,રેડિયો કોર્સ નંબર,છબીઓ અને ઈ-ગુજ ફોરેસ્ટ ડેટા રેકોર્ડ કરવામાં આવ્યો હતો.જીઆઈએસ અને આંકડાકીય સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.આ પધ્ધતિને બીટ ચકાસણી એટલે કે બ્લોક કાઉન્ટ મેથડ તરીકે પણ ઓળખાય છે.
બે ડઝન સિંહના મોત અધિકારીઓએ જણાવ્યું હતું કે બાબેસિઓસીસ નામના રોગના લીધે છેલ્લા ત્રણ મહિનામાં જ બે ડઝન જેટલા સિંહના મોત નિપજ્યાં હતા.જ્યારે ઓક્ટોબરથી નવેમ્બર 2018માં સીડીવી કેની ડિસ્ટેમ્પર વાઇરસના કારણે 40 સિંહના મોત થયા હતા.
– છેલ્લે 30 વર્ષમાં સિંહની સંખ્યામાં અઢી ગણો વધારો
વર્ષ સિંહની સંખ્યા
1936 287
1950 227
1955 290
1963 285
1968 177
1974 180
1979 205
1985 239
1990 284
1995 304
2001 327
2005 359
2010 411
2015 523
2020 674
જ્યારે પણ એશિયાઇ સિંહો વિશે સાંભળવા મળે છે ત્યારે ગીરનું જંગલ સ્વાભાવિક રીતે જ ધ્યાનમાં આવે છે. ગુજરાતનું ગૌરવ ગણાતા આ વિસ્તારમાં દેશ-વિદેશના લાખો પ્રવાસીઓ આવે છે.2020માં છેલ્લી સત્તાવાર વસ્તી ગણતરીમાં 674 સિંહો નોંધાયા હતા.ત્યારબાદ સિંહોની વસ્તીમાં વધારો થયો હોવાના અહેવાલ છે અને આ આગામી વસ્તી ગણતરી અપડેટ કરેલા આંકડા પ્રદાન કરશે.