હેડલાઈન :
- કર્ણાટકમાં ઉડુપીના શ્રીકૃષ્ણ મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય
- મંદિર પરિસરમાં પ્રી-વેન્ડીંગ શૂટિંગ પર પ્રતિબંધ મુકાયો
- શ્રી કૃષ્ણ મઠ પરિસરમાં પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચારની બધી હદો વટાવી
- પ્રી-વેન્ડીંગ શૂટમાં શિષ્ટાચાર ન જળવાતા મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય
- શું ગુજરાતમાં પણ મહત્વના ધાર્મિક મંદિરોમાં આ પ્રતિબંધ હોવો જોઈએ ?
- સોમનાથ,દ્વારકા,અંબાજી,શામળાજી,ડાકોર મંદિરમાં પ્રતિબંધ આવશ્યક
કર્ણાટકમાં આવેલા ઉડુપીના શ્રી કૃષ્ણ મઠ પરિસરમાં પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચારની બધી હદો વટાવી જતાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.મંદિરો શ્રદ્ધા,ભક્તિ અને પૂજાના કેન્દ્રો હોવાથી સવાલ એ ઉભા થાય કે શું ગુજરાતમાં પણ જાણીતા મંદિરો સહીત તમામ મંદિરોમાં પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ મૂકવો જોઇએ ?
ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ, શક્તિપિઠ અંબાજી, જગત મંદિર દ્વારકા,ડાકોર,શામળાજી, શક્તિપીઠ બહુચરાજી,અક્ષરધામ અને માતા આશાપુરા સહીત મંદિરોમાં પણ કર્ણાટકની જેમ પ્રી-વેડિંગ શૂટ પર પ્રતિબંધ મૂકવો જોઇએ એવી લાગણી મોટાપાયે નાગરીકોએ વ્યક્ત કરી છે.
– મંદિર પરિસરમાં પ્રી-વેડિંગ શૂટને કારણે ભક્તોને શરમનો સામનો
પ્રી-વેડિંગ શૂટ… એક પ્રક્રિયા જે તાજેતરમાં લગ્ન સમારોહમાં ઉમેરવામાં આવી છે.આજકાલ પ્રી-વેડિંગ શૂટ વિના લગ્ન ભાગ્યે જ થાય છે.પ્રી-વેડિંગ શૂટ એ છે જ્યાં લગ્ન પહેલાં કપલ્સને એકસાથે બોલાવવામાં આવે છે અને વિવિધ પોઝમાં તેમના ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી કરવામાં આવે છે.મોટાભાગના ફોટોગ્રાફરો હવે આ માટે મંદિર સંકુલ પસંદ કરે છે.હાલમાં એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મંદિર પરિસરમાં પ્રી-વેડિંગ શૂટને કારણે, મંદિરમાં આવતા ભક્તોને શરમનો સામનો કરવો પડી રહ્યો છે.
આ જ કારણ છે કે ઉડુપીના શ્રી કૃષ્ણ મઠ પરિસરમાં પ્રી-વેડિંગ શૂટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.બધા મંદિરોના પરિસરમાં પ્રી-વેડિંગ શૂટિંગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે મંદિરોને શ્રદ્ધા, ભક્તિ અને પૂજાના કેન્દ્રો માનવામાં આવે છે.
– પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચારની બધી હદો વટાવી ગયા
જો પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચાર સાથે કરવામાં આવે તો કોઈને વાંધો ન આવે.પરંતુ તાજેતરના પ્રી-વેડિંગ શૂટ શિષ્ટાચારની બધી હદો વટાવી ગયા છે.પ્રી-વેડિંગ શૂટ ગમે ત્યાં થઈ શકે છે પછી ભલે તે પાર્ક હોય,બીચ હોય, ટેકરી હોય,પર્વત હોય,ધોધ હોય વગેરે.તેમને તેમની પસંદગી મુજબ ફોટા અને વીડિયો શૂટ કરવા દો.કોઈ આનો વિરોધ કરશે નહીં.
જોકે મંદિર પરિસરની અંદર બેશરમ રીતે ફિલ્માંકન કરવું એ મંદિરોની પવિત્રતાનું ઉલ્લંઘન છે.મંદિર પ્રશાસને આની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.ઉડુપી શ્રી કૃષ્ણ મઠ મેનેજમેન્ટ બોર્ડે આ સંદર્ભમાં એક સાહસિક નિર્ણય લીધો છે અને તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.