હેડલાઈન :
- રોબર્ટ વાડ્રાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાઠવ્યુમ વધુ એક સમન્સ
- જમીન સોદા કેસમાં બીજી વખત પૂછ પરછ માટે સમન્સ પાઠવ્યું
- કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રા
- ED 8 એપ્રિલે સમન્સ મોકલ્યું હતું.પરંતુ તે દિવસે તેઓ હાજર ન થયા
- હરિયાણાના જમીન સોદાની તપાસ-તેની સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ
- EDની રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીમાં નાણાંના વ્યવહારોની તપાસ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે ED એ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાને જમીન સોદા કેસમાં બીજી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.તેમને આજે ED સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.અગાઉ ED એ તેમને 8 એપ્રિલે સમન્સ મોકલ્યું હતું.પરંતુ તે દિવસે તેઓ હાજર થયા ન હતા.આ કેસ હરિયાણાના શિકોપુરમાં જમીન સોદાની તપાસ અને તેની સાથે જોડાયેલા મની લોન્ડરિંગ સાથે સંબંધિત છે.ED રોબર્ટ વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીમાં નાણાંના વ્યવહારોની તપાસ કરી રહી છે અને આ સંદર્ભમાં તેમની પૂછપરછ કરવા માંગે છે.
– જાણો શું છે સમગ્ર મામલો
ED અનુસાર,રોબર્ટ વાડ્રાની કંપનીએ ફેબ્રુઆરી 2008માં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ નામની કંપની પાસેથી ગુડગાંવના શિકોહપુર વિસ્તારમાં 3.5 એકર જમીન 7.5 કરોડ રૂપિયામાં ખરીદી હતી.થોડા સમય પછી, વાડ્રાની કંપનીએ તે જ જમીન DLF નામની એક મોટી રિયલ એસ્ટેટ કંપનીને 58 કરોડ રૂપિયામાં વેચી દીધી.ED ને શંકા છે કે આ સોદો મની લોન્ડરિંગ યોજનાનો ભાગ હોઈ શકે છે,તેથી એજન્સી આ જમીન સોદામાંથી થયેલા મોટા નફા પાછળના પૈસાની તપાસ કરી રહી છે.
– ED નો હંમેશા દબાવવાનો પ્રયાસ
ED સમન્સ અંગે રોબર્ટ વાડ્રાએ કહ્યું,આ લોકો હંમેશા મને દબાવવાનો પ્રયાસ કરે છે.જ્યારે પણ હું જનતાનો અવાજ ઉઠાવું છું,ત્યારે આ લોકો મને રોકવાનો પ્રયાસ કરે છે.મારે કંઈ પણ છુપાવવાની જરૂર નથી.હું દરેક પ્રશ્નનો જવાબ આપું છું અને આમ કરતો રહીશ.જમીન સોદા અંગે રોબર્ટ વાડ્રાએ જણાવ્યું હતું કે,ઇડીએ સંપૂર્ણ તપાસ કરી હતી પરંતુ કંઈ મળ્યું નથી અને ભવિષ્યમાં પણ કંઈ મળશે નહીં.
રોબર્ટ વાડ્રા ભલે પોતાની સફાઈ આપતા હોય પરંતુ ગુજરાતીમાં એક કહેવત છે કે આગ લાગ્યા વિના ધુમાડો ન નિક્ળે એટલે કશુંક તો છે જેને લઈ ED રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલે છે.ત્યારે જોવું રહ્યુ કે વાડ્રા ED સમક્ષ ક્યારે હાજર થશે અને થશે તો શું જવાબ આપશે.